Rajkot: ‘સતર્કતા સપ્તાહ-૨૦૨૬; સત્યનિષ્ઠાથી સમૃદ્ધિ’ રાજકોટ પ્રાદેશિક માહિતી કચેરી ખાતે આજે ‘સત્યનિષ્ઠા અને પારદર્શિતા’ના શપથ લેવાયા

તા.૨/૧૧/૨૦૨૬

વાત્સલ્યમ્ સમાચાર

Rajkot: દેશભરમાં ઉજવાઈ રહેલા ‘સતર્કતા સપ્તાહ-૨૦૨૬’ અંતર્ગત આજે પ્રાદેશિક માહિતી કચેરી, રાજકોટ ખાતે અધિકારીઓ અને કર્મચારીઓ દ્વારા દેશમાં પ્રામાણિકતા, સત્યનિષ્ઠા અને ભ્રષ્ટાચાર મુક્ત વહીવટની સંકલ્પબદ્ધતા સાથે ભ્રષ્ટાચાર વિરોધી શપથ ગ્રહણ કરવામાં આવ્યા હતા.

આજે સવારે કચેરીના તમામ સ્ટાફે ભ્રષ્ટાચાર નિર્મૂલન માટે સતત સક્રિય રહેવાની અને જનહિતમાં કાર્ય કરવાની પ્રતિજ્ઞા લીધી હતી. જેમાં નાયબ માહિતી નિયામક શ્રી પ્રશાંત ત્રિવેદી, સહાયક માહિતી નિયામક સર્વે શ્રી રાધિકા વ્યાસ, શ્રી પ્રિયંકા પરમાર, શ્રી સંદિપકુમાર કાનાણી ઉપરાંત અન્ય કર્મચારીઓ જોડાયા હતા.

સતર્કતા સપ્તાહની ઉજવણીનો મુખ્ય ઉદ્દેશ્ય સરકારી કામકાજમાં પારદર્શિતા વધારવા અને જનજાગૃતિ ફેલાવવાનો છે, જેથી સેવારત કર્મચારીઓ નાગરિકોને વધુ ઉત્તમ, ન્યાયી અને ભ્રષ્ટાચારમુક્ત સેવાઓ પૂરી પાડી શકે.

ઉલ્લેખનીય છે કે, ભ્રષ્ટાચારના નિર્મૂલન માટે જનજાગૃતિ લાવવા રાજ્ય સરકાર દ્વારા ગત તા.૩૧ ઓક્ટોબરથી ૦૬ નવેમ્બર દરમિયાન સતર્કતા જાગૃતિ સપ્તાહ ૨૦૨૬ની ઉજવણી કરવામાં આવી રહી છે. જેની આ વર્ષની થીમ ‘સત્યનિષ્ઠાથી સમૃદ્ધિ’ નિર્ધારિત કરવામાં આવી છે. જે અંતર્ગત તમામ વિભાગો, વિભાગો હેઠળ ખાતાના વડા અને તેમના તાબા હેઠળની કચેરીઓ, બોર્ડ-નિગમો, જાહેર સાહસો અને સ્થાનિક સત્તા મંડળો દ્વારા વિવિધ કાર્યક્રમો યોજવામાં આવી રહ્યા છે.

59
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો
error: Content is protected !!

જિલ્લા

શહેર પસંદ કરો