ચંદ્રવદન બી મકવાણા

રાજ્યના મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલ વલસાડ જિલ્લાનામાં વિકાસ કાર્યોની ભેટ આપવા માટે તા. ૩ નવેમ્બરને મંગળવારે વલસાડ આવી રહ્યા છે ત્યારે ગુજરાતમાં પ્રથમવાર વલસાડ શહેરના તિથલ રોડ પર કલેકટર બંગલા પાસે બપોરે ૧૨-૩૦ કલાકે ‘‘પ્રભા- પ્રાકૃતિક કૃષિ વેચાણ કેન્દ્રનું મુખ્યમંત્રીશ્રી લોકાર્પણ કરશે.
ગુજરાતના રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતના માર્ગદર્શન હેઠળ સમગ્ર ગુજરાત રાજ્યમાં પ્રાકૃતિક કૃષિ અભિયાન ચલાવવામાંઆવી રહ્યું છે. આ અભિયાન અંતર્ગત પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોને તેમના કૃષિ ઉત્પાદનોના વેચાણ માટે યોગ્ય બજાર ઉપલબ્ધથાય અને ગ્રાહકોને ગુણવત્તાયુક્ત પ્રાકૃતિક કૃષિ પેદાશો સરળતાથી મળી રહે તે હેતુથી ‘પ્રભા – પ્રાકૃતિક કૃષિ વેચાણ કેન્દ્રો’ શરૂકરવાની પહેલ કરવામાં આવી છે.
આ પહેલ અંતર્ગત વલસાડ જિલ્લામાં પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોને તેમના કૃષિ ઉત્પાદનોના વેચાણ માટે યોગ્ય બજારઉપલબ્ધ થાય અને ગ્રાહકોને ગુણવત્તાયુક્ત પ્રાકૃતિક કૃષિ પેદાશો સરળતાથી મળી તેવા આશય સાથે વિવિધ વિસ્તારોમાં કુલ ૧૦સ્થળોએ પ્રાકૃતિક કૃષિ વેચાણ કેન્દ્રો માટે સ્થળો નિર્ધારિત કરવામાં આવ્યાં છે. આ કેન્દ્રો દ્વારા પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોનાં તાજાંશાકભાજી, મોસમી ફળો, અનાજ, કઠોળ, મસાલા તથા અન્ય કૃષિ પેદાશો અને મૂલ્યવર્ધિત ઉત્પાદનોના વેચાણને પ્રોત્સાહનઆપવામાં આવશે.
આ વેચાણ કેન્દ્રોનો મુખ્ય ઉદ્દેશ ખેડૂતો અને ગ્રાહકો વચ્ચે સીધો સંપર્ક સ્થાપિત કરવાનો, ખેડૂતોને તેમના ઉત્પાદનોનાવેચાણ માટે વધુ તકો પૂરી પાડવાનો અને પ્રાકૃતિક કૃષિ પેદાશોના પ્રચાર–પ્રસારને વેગ આપવાનો છે. આ માધ્યમથી ખેડૂતોને સ્થાનિકબજાર ઉપલબ્ધ થવાની સાથે ગ્રાહકોમાં પ્રાકૃતિક ખેતીથી ઉત્પાદિત પેદાશો અંગે જાગૃતિ વધશે. જિલ્લાના વધુમાં વધુ ખેડૂતોપ્રાકૃતિક ખેતી અપનાવે, તેમની પેદાશોનું યોગ્ય વેચાણ થાય અને ખેડૂતોની આર્થિક સમૃદ્ધિમાં વધારો થાય તે દિશામાં આ પહેલમહત્વપૂર્ણ સાબિત થશે.
બોક્ષ મેટર
જિલ્લામાં પ્રભા પ્રાકૃતિક કૃષિ વેચાણ કેન્દ્રોનાં નિર્ધારિત સ્થળો
૧. કલેક્ટર કચેરી કેમ્પસ, વલસાડ
૨. કલેક્ટર બંગલા પાસે, તિથલ રોડ, વલસાડ
૩. મામલતદાર કચેરી કેમ્પસ, વલસાડ
૪. ખેડૂત તાલીમ કેન્દ્ર કેમ્પસ, પારડી
૫. તાલુકા પંચાયત કચેરી સામે, તળાવ પાસે, પારડી
૬. મામલતદાર કચેરી, ધરમપુર
૭. જંગલ ખાતાનાં ક્વાર્ટર પાસે, નાનાપોંઢા
૮. રેન બસેરા હોટલ પાસે, કપરાડા
૯. સેલવાસ રોડ, તળાવ પાસે, વાપી
૧૦. નારગોલ ચાર રસ્તા, સરદાર ચોક











