Rajkot: રાજકોટમાં વાહનોની લે-વેચ કરનારાઓએ ખરીદદારની ઓળખ સહિતના પૂરાવા રાખવા પડશે

તા.૨/૧૧/૨૦૨૬

વાત્સલ્યમ્ સમાચાર

રાજકોટ શહેર પોલીસ કમિશનરશ્રી દ્વારા જાહેરનામું જારી કરાયું

વેચનારે વાહન વેચાણનો રેકોર્ડ નિભાવવાનો રહેશે

Rajkot: દેશમાં ગુનાહિત કે આતંકી પ્રવૃત્તિઓમાં વાહનોના ઉપયોગના કિસ્સાઓને ધ્યાને રાખી રાજકોટ શહેર પોલીસ કમિશનર શ્રી બ્રજેશ કુમાર ઝાએ વાહન લે-વેચ કરનારાઓ માટે કેટલીક સૂચનાઓ જારી કરી છે.

આ અંગેના જાહેરનામામાં જણાવાયા મુજબ, વાહન વેચનારે વાહન ખરીદનારને બિલ આપવું અને તેની સ્થળ પ્રત કબજામાં રાખવી. વાહન લેનારા ગ્રાહકનું ડ્રાઈવીંગ લાયસન્સ,પાનકાર્ડ, ચૂંટણી કાર્ડ, રેશનકાર્ડ, આધારકાર્ડ કે નોકરી કરતાં હોય તો ત્યાંનું ઓળખપત્ર કે શૈક્ષણિક સંસ્થાનું પ્રમાણપત્ર કે સ્થાનિક અગ્રણીઓ જેવાં કે મ્યુનિસિપલ કોર્પોરેટરશ્રી, ધારાસભ્યશ્રી, સાંસદસભ્યશ્રી, કોઇપણ ખાતાના રાજ્યપત્રિત અધિકારીશ્રી તરફથી મેળવેલા ઓળખપત્ર, પ્રમાણપત્ર પૈકી કોઇ પણ એક પૂરાવો ઓળખ માટે ગ્રાહક પાસેથી વાહન વેચાણ કરનારે મેળવી તેનો રેકર્ડ નિભાવવાનો રહેશે.

ઉપરાંત તમામ વાહનોના વેચાણ બીલમાં ખરીદનારનું પુરૂ નામ-સરનામું, સંપર્ક માટે ટેલીફોન/મોબાઈલ નંબર, વાહનનો પ્રકાર, વાહનનો એન્જિન નંબર, ફ્રેમ ચેસીસ નંબર હોવો આવશ્યક છે. સાયકલ સહિત તમામ ટુ વ્હીલર, ફોર વ્હીલર તથા અન્ય વાહનો, ભારે વાહનોના વેચાણ અંગેના રેકર્ડ, ચકાસણી માટે વેચાણકર્તા પાસે કોઈપણ પોલીસ અધિકારી/પોલીસ કર્મચારી દ્વારા માંગવામાં આવે ત્યારે જરૂરી વિગતો મુજબની માહિતી/રેકર્ડ ચકાસણી માટે રજૂ કરવાના રહેશે. આ જાહેરનામુ તા.૩૧ ડિસેમ્બર ૨૦૨૬ સુધી અમલમાં રહેશે, જેનો ભંગ કરનાર શિક્ષાને પાત્ર બને છે.

60
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો
error: Content is protected !!

જિલ્લા

શહેર પસંદ કરો