HALVAD:હળવદના ચિત્રોડી ગામે ખેતરમાં દરોડો: ૩૬૪ ગાંજાના છોડ સાથે  ખેડૂત ઝડપાયો, રૂ.૧૬.૫૭ લાખનો મુદ્દામાલ જપ્ત

HALVAD:હળવદના ચિત્રોડી ગામે ખેતરમાં દરોડો: ૩૬૪ ગાંજાના છોડ સાથે  ખેડૂત ઝડપાયો, રૂ.૧૬.૫૭ લાખનો મુદ્દામાલ જપ્ત

હળવદ તાલુકાના ચિત્રોડી ગામે મોરબી એન્ટી નાર્કોટિક્સ વિંગ દ્વારા એક મોટી કાર્યવાહી કરવામાં આવી છે. પોલીસની ટીમે બાતમીના આધારે પાડેલા દરોડામાં ખેતરમાં ગેરકાયદેસર રીતે વાવેતર કરવામાં આવેલ ૩૩ કિલોથી વધુ વજનના ૩૬૪ લીલા ગાંજાના છોડ ઝડપી પાડ્યા છે. આ સાથે પોલીસે એક ૩૦ વર્ષીય ખેડૂતની ધરપકડ કરી કુલ રૂ. ૧૬,૫૭,૫૦૦/- નો મુદ્દામાલ કબ્જે કર્યો છે. ચિત્રોડી ગામ, હનીફભાઈની વાડી,  હળવદ તાલુકો, મો. ઝડપાયેલ મુદ્દામાલ: ૩૬૪ લીલા ગાંજાના છોડ (વજન: ૩૩ કિલો ૫૦ ગ્રામ, કિંમત: રૂ. ૧૬,૫૨,૫૦૦/-) અને એક મોબાઇલ ફોન (કિંમત: રૂ. ૫,૦૦૦/-). કુલ મુદ્દામાલ: રૂ. ૧૬,૫૭,૫૦૦/-.પકડાયેલ આરોપી: વિપુલભાઈ ઉર્ફે રોકો ધીરૂભાઈ પરાલીયા (ઉંમર વર્ષ ૩૦, રહે. ચિત્રોડી).

મોરબી એન્ટી નાર્કોટિક્સ વિંગના પોલીસ ઇન્સ્પેક્ટર ડી.વી. ખરાડી અને પોલીસ સબ ઇન્સ્પેક્ટર એચ.એન. ગઢવીના માર્ગદર્શન હેઠળ પોલીસ ટીમને ચોક્કસ બાતમી મળી હતી કે, ચિત્રોડી ગામે હનીફભાઈની વાડીમાં રહેતા વિપુલભાઈ દ્વારા પોતાના કબજાવાળા ખેતરમાં ગેરકાયદેસર રીતે ગાંજાનું વાવેતર કરવામાં આવ્યું છે.

આ બાતમીના આધારે પોલીસે તાત્કાલિક દરોડો પાડી નાના-મોટા ૩૬૪ લીલા ગાંજાના છોડ અને મોબાઇલ ફોન જપ્ત કર્યા હતા. આરોપી વિપુલભાઈ વિરુદ્ધ હળવદ પોલીસ સ્ટેશનમાં NDPS Act (એનડીપીએસ એક્ટ) હેઠળ કાયદેસરનો ગુનો નોંધવામાં આવ્યો છે, અને એન્ટી નાર્કોટિક્સ વિંગ દ્વારા આ કેસમાં વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

60
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો
error: Content is protected !!

જિલ્લા

શહેર પસંદ કરો