પંચમહાલ જિલ્લા બક્ષીપંચ મોરચાની કારોબારી બેઠક યોજાઈ: કાલોલ સહિત પાંચ તાલુકાના હોદ્દેદારો રહ્યા ઉપસ્થિત.

તારીખ ૦૩/૧૧/૨૦૨૬

સાજીદ વાઘેલા કાલોલ 

બક્ષીપંચ મોરચાના પ્રદેશ પ્રમુખ અને રાજ્યસભાના સાંસદ માનસિંહભાઈ પરમાર ના માર્ગદર્શન હેઠળ આજરોજ પંચમહાલ જિલ્લા બક્ષીપંચ મોરચાની કારોબારી બેઠક યોજાઈ હતી. જેમાં જિલ્લા પ્રમુખ મયંકકુમાર દેસાઈ ના અધ્યક્ષ સ્થાને અને ગુજરાત પ્રદેશ બક્ષીપંચ મોરચાના પ્રદેશ મહામંત્રી અને ઝોન પ્રભારી તેજલબેન નાઈ તથા પંચમહાલ જિલ્લા બક્ષીપંચ મોરચાના પ્રભારી ગીતાબેન ચૌહાણ ની વિશેષ ઉપસ્થિતિમાં આ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. જ્યાં આ કારોબારી બેઠકમાં સંગઠનને વધુ મજબૂત બનાવવા, બક્ષીપંચ સમાજના પ્રશ્નો અને સરકારની યોજનાઓને છેવાડા સુધી પહોંચાડવા અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. આ પ્રસંગે જિલ્લા મહામંત્રી કુલદીપસિંહ સોલંકી, ડૉ. યોગેશભાઈ પંડ્યા જિલ્લા ભાજપ ઉપાધ્યક્ષ, ઈલેન્દ્રભાઈ પંચાલ પ્રદેશ કારોબારી સભ્ય પ્રભારી ગાંધીનગર, જિલ્લા પ્રમુખ બક્ષીપંચ મોરચો બળદેવસિંહ ચૌહાણ, જિલ્લા મહામંત્રી બક્ષીપંચ મોરચો કિરણસિંહ પટેલ, જિલ્લા મહામંત્રી કૃષ્ણકાંતસિંહ પરમાર સહિત કાલોલ, હાલોલ, ગોધરા, ઘોઘંબા અને શહેરા તાલુકાના બક્ષીપંચ મોરચાના હોદ્દેદારો અને મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.

60
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો
error: Content is protected !!

જિલ્લા

શહેર પસંદ કરો