HALVAD:હળવદના ચરાડવામાંથી ૨૧૦ લીટર દેશી દારૂ ઝડપાયો: એક શખ્સની ધરપકડ, અન્ય એકની શોધખોળ

HALVAD:હળવદના ચરાડવામાંથી ૨૧૦ લીટર દેશી દારૂ ઝડપાયો: એક શખ્સની ધરપકડ, અન્ય એકની શોધખોળ

હળવદ પોલીસની મોટી કાર્યવાહી: કે.ટી. મિલ વિસ્તારમાં દરોડો પાડી ₹૪૨,૦૦૦ ના મુદામાલ સાથે આરોપી ઝડપાયો.

 

હળવદ તાલુકાના ચરાડવા ગામના કે.ટી. મિલ વિસ્તારમાં પોલીસે બાતમીના આધારે દરોડો પાડીને ૨૧૦ લીટર દેશી દારૂના જથ્થા સાથે એક યુવાનની ધરપકડ કરી છે. આ પ્રકરણે દારૂનો જથ્થો પૂરો પાડનાર અન્ય એક શખ્સ વિરુદ્ધ પણ ગુનો નોંધીને તેની શોધખોળ હાથ ધરવામાં આવી છે.

હળવદ પોલીસ સ્ટેશનની ટીમ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન ચોક્કસ બાતમી મળી હતી કે, ચરાડવા ગામના કે.ટી. મિલ વિસ્તારમાં રહેતો નાસીર મહમદહનીફ ભટ્ટી પોતાના રહેણાક મકાન પાછળ દેશી દારૂનું વેચાણ કરી રહ્યો છે.

આ બાતમીના આધારે પોલીસે પંચોને સાથે રાખીને દરોડો પાડ્યો હતો. દરોડા દરમિયાન સ્થળ પરથી ૨૧૦ લીટર દેશી દારૂ (જેની કિંમત અંદાજે ₹૪૨,૦૦૦/- થાય છે) મળી આવ્યો હતો. પોલીસે દારૂનો આ જથ્થો કબજે કરી સ્થળ પર હાજર રહેલા નાસીર મહમદહનીફ ભટ્ટી (ઉં.વ. ૨૧, રહે. કે.ટી. મિલ વિસ્તાર, ચરાડવા; મૂળ રહે. માળીયા વાગડીયા ઝાંપેવાળો) ની ધરપકડ કરી હતી. પોલીસ દ્વારા પકડાયેલ આરોપી નાસીરની કડક પૂછપરછ કરવામાં આવતા તેણે ચોંકાવનારી કબૂલાત કરી હતી. તેણે જણાવ્યું હતું કે આ દારૂનો જથ્થો તેણે ખીરઈ ગામના આરીફ ઇકબાલભાઈ માલાણી પાસેથી મેળવ્યો હતો અને તે અહીં છૂટક વેચાણ કરતો હતો.

આ ખુલાસા બાદ પોલીસે નાસીર ભટ્ટીની ધરપકડ કરી છે, જ્યારે દરોડા દરમિયાન હાજર ન મળી આવેલ મુખ્ય સપ્લાયર આરીફ માલાણીને ઝડપી પાડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. આ મામલે હળવદ પોલીસ સ્ટેશનમાં બંને શખ્સો વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટની કલમ હેઠળ ગુનો નોંધીને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

60
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો
error: Content is protected !!

જિલ્લા

શહેર પસંદ કરો