GANDHINAGAR:ગાંધીનગર માહિતી નિયામક તરીકે પદભાર સંભાળતા IAS જી.ટી.પંડયા

GANDHINAGAR:ગાંધીનગર માહિતી નિયામક તરીકે પદભાર સંભાળતા IAS જી.ટી.પંડયા

કર્મયોગીઓને ટીમ-ભાવનાથી કામગીરી કરવાનો અનુરોધ કરતા શ્રી જી.ટી.પંડ્યા

શ્રી જી.ટી.પંડ્યાએ આજે માહિતી નિયામકશ્રીનો પદભાર સંભાળ્યો હતો. માહિતી નિયામક શ્રી જી.ટી.પંડ્યાએ આજે પદભાર સંભાળ્યા બાદ ગાંધીનગર ખાતે અધિક માહિતી નિયામક ડૉ. સંજય કચોટ સહિત માહિતીના અધિકારીઓ સાથે બેઠક કરીને પરિચય‌ કેળવ્યો હતો. શ્રી પંડ્યાએ સૌને ટીમ-ભાવનાથી કામગીરી કરવા અનુરોધ કર્યો હતો.

શ્રી પંડ્યાએ માહિતી નિયામકશ્રીની કચેરીની કામગીરી સમજીને પ્રજા કલ્યાણની રાજ્ય અને કેન્દ્ર સરકારની યોજનાઓના મહત્તમ લાભ છેવાડાના માનવી સુધી પ્રચાર- પ્રસાર દ્વારા કેવી રીતે પહોંચાડી શકાય તે અંગે સૌને માર્ગદર્શન આપ્યું હતું.

શ્રી જી.ટી.પંડ્યાએ માહિતી નિયામકનો ચાર્જ સંભાળ્યો તે અગાઉ તેઓ રાજ્યના શિક્ષણ વિભાગમાં અધિક સચિવ તરીકે કાર્યરત હતા.

તેઓ મોરબી અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં કલેક્ટર તરીકે અને રાજકોટ જિલ્લામાં પણ જિલ્લા વિકાસ અધિકારી તરીકે સેવા આપી ચૂક્યા છે.

૧૫ મે, ૧૯૭૨ના રોજ જન્મેલા શ્રી જી. ટી. પંડ્યાએ માઇનિંગ એન્જિનિયરિંગમાં બી.ટેક.ની પદવી પ્રાપ્ત કરી છે. ઈન્ડિયન એડમિનિસ્ટ્રેટિવ સર્વિસની વર્ષ 2011ની બેચના સનદી અધિકારીશ્રી પંડ્યા વહીવટી ક્ષેત્રે લાંબો અને સમૃદ્ધ અનુભવ ધરાવે છે. અગાઉ તેઓ સરકારમાં વિવિધ મહત્વપૂર્ણ પદો પર સેવાઓ આપી ચૂક્યા છે.

નોંધપાત્ર બાબત એ છે કે તેઓને સ્વસ્થ ભારત અને ઈ-ઔષધિ પ્રોજેક્ટ માટે સ્કોચ પુરસ્કાર પ્રાપ્ત થયો હતો.

60
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો
error: Content is protected !!

જિલ્લા

શહેર પસંદ કરો