તારીખ ૦૩/૧૧/૨૦૨૬

સાજીદ વાઘેલા કાલોલ
પંચમહાલ જિલ્લાના કાલોલ તાલુકાના મધવાસ ખાતે જય નારાયણ હોસ્પિટલના જાણીતા હોમિયોપેથી તબીબ ડૉ. સુનિલભાઈ પરમારનું પંચમહાલના સાંસદ રાજપાલસિંહ જાદવના હસ્તે સન્માનપત્ર એનાયત કરીને સન્માન કરવામાં આવ્યું હતું.ડૉ. સુનિલભાઈ પરમાર છેલ્લા ૧૨ વર્ષથી હોમિયોપેથી તબીબી ક્ષેત્રે સેવાઓ આપી રહ્યા છે. ખાસ કરીને ગ્રામીણ વિસ્તારમાં આરોગ્ય સેવાઓ, કિડની સ્ટોન મેનેજમેન્ટ, ચામડીના રોગો તથા સામાજિક આરોગ્ય સેવાઓમાં તેમના યોગદાનની નોંધ લઈને સાંસદશ્રીએ તેમને સન્માનપત્ર એનાયત કર્યું હતું.સન્માનપત્રમાં ડૉ. પરમારની તબીબી સેવાઓ અને સમાજ પ્રત્યેની જવાબદારીની સરાહના કરવામાં આવી હતી તેમજ તેમના ઉજ્જવળ ભવિષ્ય માટે શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી.ગ્રામીણ વિસ્તારમાં રહીને આરોગ્ય ક્ષેત્રે સેવાઓ આપતા ડૉ. સુનિલભાઈ પરમારનું આ સન્માન થતાં મધવાસ સહિત સમગ્ર કાલોલ તાલુકામાં આનંદ અને ગૌરવની લાગણી પ્રસરી છે.










