MORBI:મોરબીમાં રાષ્ટ્રીય એકતા દિવસની ભવ્ય ઉજવણી: શૈક્ષણિક ક્ષેત્રે ઉત્કૃષ્ટ યોગદાન બદલ શિક્ષિકા ગીતાબેન સાંચલાનું વિશેષ સન્માન

MORBI:મોરબીમાં રાષ્ટ્રીય એકતા દિવસની ભવ્ય ઉજવણી: શૈક્ષણિક ક્ષેત્રે ઉત્કૃષ્ટ યોગદાન બદલ શિક્ષિકા ગીતાબેન સાંચલાનું વિશેષ સન્માન

મોરબી:અખંડ ભારતના શિલ્પી અને લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજ્યંતી નિમિત્તે ‘રાષ્ટ્રીય એકતા દિવસ’ની સવિશેષ ઉજવણી મોરબી મહાનગરપાલિકા દ્વારા એ.પી.એમ.સી. ખાતે કરવામાં આવી હતી. પ્રભારી મંત્રી ત્રિકમભાઈ છાંગાની વિશેષ ઉપસ્થિતિમાં યોજાયેલા આ રાષ્ટ્રભક્તિના માહોલ વચ્ચે સમાજના વિવિધ ક્ષેત્રોમાં વિશિષ્ટ યોગદાન આપનાર મોરબી જિલ્લાના ૧૫ જેટલા પ્રગતિશીલ વ્યક્તિત્વનું મંચસ્થ મહાનુભાવોના હસ્તે સન્માન કરવામાં આવ્યું હતું.

જેમાં સમગ્ર મોરબી જિલ્લામાંથી શૈક્ષણિક ક્ષેત્રે ઉત્કૃષ્ટ કાર્ય કરવા બદલ ટંકારા તાલુકાના હરબટીયાળી મુકામે શિક્ષક તરીકે ફરજ બજાવતા ગીતાબેન મનસુખલાલ સાંચલા (ટંકારીયા)ની પસંદગી કરવામાં આવી હતી.

આ ભવ્ય સમારોહમાં જિલ્લા કલેક્ટર સ્વપ્નિલ ખરે, મોરબી મહાનગરપાલિકાના મેયર ઉત્તમભાઈ સુરાણી, સાંસદ કેસરીદેવસિંહ ઝાલા, મ્યુનિસિપલ કમિશનર સંગીતાબેન રૈયાણી તેમજ અન્ય અગ્રણીઓ અને મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમ દરમિયાન કમિશનર સંગીતાબેન રૈયાણીના હસ્તે ગીતાબેનને શાલ ઓઢાડી અને પુષ્પગુચ્છ અર્પણ કરીને સન્માનિત કરવામાં આવ્યા હતા.

જિલ્લા કક્ષાએ શૈક્ષણિક ક્ષેત્રે પોતાની સેવાઓની કદર કરી સન્માનિત કરવા બદલ શિક્ષિકા ગીતાબેને મોરબી મહાનગરપાલિકા અને તંત્રનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો.

60
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો
error: Content is protected !!

જિલ્લા

શહેર પસંદ કરો