દાહોદ ઇન્દોર અમદાવાદ નેશનલ હાઇવે ગરબાડા ચોકડી નજીક ડિવાઇડર વચ્ચેથી ૫૦ વર્ષીય પ્રૌઢની લાશ મળી આવતાં ચકચાર

તા.૦૩.૧૧.૨૦૨૬

વાત્સલ્યમ્ સમાચાર

અજય સાંસી દાહોદ

Dahod:દાહોદ ઇન્દોર અમદાવાદ નેશનલ હાઇવે ગરબાડા ચોકડી નજીક ડિવાઇડર વચ્ચેથી ૫૦ વર્ષીય પ્રૌઢની લાશ મળી આવતાં ચકચાર

દાહોદ-ઇન્દોર-અમદાવાદ નેશનલ હાઇવે પર આવેલી ગરબાડા ચોકડી નજીક આજે રોડના ડિવાઇડર વચ્ચેથી એક ૫૦ વર્ષીય પ્રૌઢનો મૃતદેહ મળી આવતાં સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર મચી જવા પામી છેગરબાડા ચોકડી પાસેથી પસાર થતાં રાહદારીઓની નજર ડિવાઇડર વચ્ચે પડેલી એક વ્યક્તિ પર જતાં આ અંગે પોલીસને તાત્કાલિક જાણ કરવામાં આવી હતી. ઘટનાની માહિતી મળતાં જ સ્થાનિક પોલીસ કાફલો સ્થળ પર દોડી આવ્યો હતો અને તપાસ હાથ ધરી હતી.​પોલીસની પ્રાથમિક તપાસમાં મૃતક પ્રૌઢની ઓળખ અશ્વિનભાઈ છોટાલાલ દેવડા (ઉં.વ. ૫૦, રહે. સહકારનગર, દાહોદ) તરીકે થઈ છે. પોલીસે મૃતદેહનો કબજો મેળવી પોસ્ટમોર્ટમ અર્થે સરકારી હોસ્પિટલ ખસેડવાની તજવીજ હાથ ધરી છે. પ્રૌઢનું મોત અકસ્માતે થયું છે કે અન્ય કોઈ કારણોસર, તે અંગે પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે

60
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો
error: Content is protected !!

જિલ્લા

શહેર પસંદ કરો