ભાખરની મુવાડી પ્રા.શાળાના નવનિર્મિત ઓરડાઓના લોકાર્પણ સાથે આચાર્ય અજીતસિંહ સોલંકીનો ભવ્ય નિવૃત્તિ સન્માન સમારોહ યોજાયો.

તારીખ ૦૪/૧૧/૨૦૨૬

સાજીદ વાઘેલા કાલોલ 

શિક્ષણ ક્ષેત્રે 40 વર્ષની દીર્ઘ અને પ્રશંસનીય સેવાઓ આપ્યા બાદ વયનિવૃત્ત થતા કાલોલ તાલુકાની ભાખરની મુવાડી પ્રાથમિક શાળાના આચાર્ય અજીતસિંહ સોલંકી નો ભવ્ય નિવૃત્તિ સન્માન સમારોહ યોજાયો હતો.આ પ્રસંગે શ્રી વિષ્ણુયાગ યજ્ઞ તથા પ્રાથમિક શાળાના નવનિર્મિત ઓરડાઓના લોકાર્પણ નો કાર્યક્રમ પણ યોજાયો હતો.

આ ભવ્ય સમારોહમાં જિલ્લા પંચાયત પ્રમુખ નીરજકુમાર પટેલ, કાલોલ મતવિસ્તારના ધારાસભ્ય ફતેસિંહ ચૌહાણ ની પ્રેરક ઉપસ્થિતિમાં નવનિર્મિત ઓરડાઓનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું.આ પ્રસંગે જિલ્લા ભાજપ મહામંત્રી નરેન્દ્રસિંહ ગોહિલ, કાલોલ તાલુકા ભાજપ મંડળના પ્રમુખ મહિદીપસિંહ ગોહિલ, કાલોલ તાલુકા પંચાયત પ્રમુખ જયપાલસિંહ રાઠોડ સાથે પૂર્વ જિલ્લા પંચાયત સભ્ય પ્રવિણસિંહ ચૌહાણ દ્વારા આચાર્યશ્રીનું શાલ ઓઢાડી સન્માન કરી તેમને નિવૃત્ત જીવન માટે હાર્દિક શુભકામનાઓ પાઠવવામાં આવી હતી. જ્યાં ઉપસ્થિત વક્તાઓએ જણાવ્યું હતું કે, આચાર્ય અજીતસિંહજીએ 40 વર્ષ સુધી શિક્ષણની જ્યોત પ્રજ્વલિત રાખી અનેક વિદ્યાર્થીઓના જીવન ઘડતરમાં આપેલું અમૂલ્ય યોગદાન હંમેશા સ્મરણીય રહેશે.ઈશ્વર તેમનું નિવૃત્ત જીવન સુખમય, સ્વસ્થ, શાંતિમય અને દીર્ઘાયુષ્યપૂર્ણ બનાવે એવી ઉપસ્થિત સંતો અને મહાનુભાવો દ્વારા હૃદયપૂર્વક પ્રાર્થના કરવામાં આવી હતી.

62
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

દિવાળીના તહેવાર પૂર્વે વિજાપુર વોર્ડ નં. 5 માં ગટર સફાઈની કામગીરી હાથ ધરાઈ ગટરના બ્લોકેજ દૂર કરવા રોડનું ખોદકામ કરી ડ્રેનેજ મશીનથી સફાઈ કરાઈ, રહેવાસીઓને તહેવાર દરમિયાન મુશ્કેલી ન પડે તે માટે આગોતરું આયોજન

Horoscope

Weather

વધુ વાંચો

દિવાળીના તહેવાર પૂર્વે વિજાપુર વોર્ડ નં. 5 માં ગટર સફાઈની કામગીરી હાથ ધરાઈ ગટરના બ્લોકેજ દૂર કરવા રોડનું ખોદકામ કરી ડ્રેનેજ મશીનથી સફાઈ કરાઈ, રહેવાસીઓને તહેવાર દરમિયાન મુશ્કેલી ન પડે તે માટે આગોતરું આયોજન

error: Content is protected !!

જિલ્લા

શહેર પસંદ કરો