MORBIમોરબી મહાનગરપાલિકાના સ્વદેશી મેળામાં આજે લીટલ જીનીયસ હોબી સેન્સંટર દ્વારા સંગીતમય જુગલબંધી અને ડાન્સ કાર્યક્રમનું આયોજન

મોરબી મહાનગરપાલિકા દ્વારા આયોજિત સ્વદેશી મેળા અંતર્ગત આજે રાત્રે **લીટલ જીનીયસ હોબી સેન્સંટર દ્વારા સંગીતમય જુગલબંધી અને ડાન્સ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.

આ કાર્યક્રમમાં કલાકારો દ્વારા સંગીત અને નૃત્યની મનમોહક રજૂઆત કરવામાં આવશે. કાર્યક્રમના માધ્યમથી ઉપસ્થિત નાગરિકો અને મેળાની મુલાકાતે આવતા લોકોને મનોરંજન સાથે સાંસ્કૃતિક કાર્યક્રમનો આનંદ માણવાની તક મળશે.
મોરબી મહાનગરપાલિકા દ્વારા શહેરના નાગરિકો, યુવાનો, બાળકો તથા સંગીત અને નૃત્યપ્રેમીઓને આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહી કાર્યક્રમને માણવા હાર્દિક આમંત્રણ પાઠવવામાં આવે છે. સંગીતમય જુગલબંધી અને ડાન્સ લીટલ જીનીયસ હોબી સેન્સંટર સમય: આજે રાત્રે ૯:૦૦ કલાકે
સ્થળ: સ્વદેશી મેળો, રત્નકલા ગ્રાઉન્ડ, શનાળા રોડ, મોરબી આવો, સ્વદેશી મેળાની રોનકમાં સંગીત અને નૃત્યના રંગો ઉમેરો અને આનંદમય સાંજનો હિસ્સો બનો.












