વડગામના શેરપુરામાંથી નમકીનના સેમ્પલ લેબોરેટરીમાં મોકલાયા, પાલનપુર ફૂડ સેફ્ટી ટીમનું સઘન ચેકિંગ

4 નવેમ્બર જીતેશ જોષી પાલનપુર બનાસકાંઠા

વડગામના શેરપુરા ગામે બિનઆરોગ્યપ્રદ સ્થિતિમાં બનતું ₹૨૪,૩૦૦નું નમકીન અને તેલ જપ્ત કરી નષ્ટ કરાયું.આગામી દિવાળીના તહેવારોને ધ્યાને રાખીને ખાદ્ય પદાર્થોમાં ભેળસેળ અટકાવવા તથા નાગરિકોને શુદ્ધ અને ગુણવત્તાયુક્ત ખોરાક મળી રહે તે હેતુથી ખોરાક અને ઔષધ નિયમન તંત્ર, પાલનપુર દ્વારા સઘન તપાસ અને કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. જેના ભાગરૂપે તંત્ર દ્વારા વડગામ તાલુકાના શેરપુરા ગામે હાઇવે પર કરમાવદ ઢાબા પાછળ આવેલી ‘સુપર નમકીન’ નામની પેઢીમાં ઓચિંતી તપાસ કરવામાં આવી હતી. તપાસ દરમિયાન પેઢીના જવાબદાર વ્યક્તિ ઉસ્માનભાઈ મહંમદઈશા મુસ્બદી દ્વારા ફેરીયા કે છૂટક વેપાર માટેનું રજિસ્ટ્રેશન મેળવી, જરૂરી માન્ય રજિસ્ટ્રેશન વિના ગેરકાયદેસર રીતે વિવિધ પ્રકારના નમકીનનું ઉત્પાદન કરી તેનું વેચાણ કરવામાં આવતું હોવાનું સામે આવ્યું હતું.
તપાસ દરમિયાન TPC મશીન દ્વારા ખાદ્યતેલની ચકાસણી કરતાં તેલનો વારંવાર ઉપયોગ કરવામાં આવ્યો હોવાનું અને તે બળેલું હોવાનું જણાયું હતું. આ ઉપરાંત પેઢીમાં લાલ સેવ, ચવાણું, પાપડી, રતલામી સેવ સહિતના વિવિધ નમકીન અત્યંત બિનઆરોગ્યપ્રદ પરિસ્થિતિમાં તૈયાર કરવામાં આવતા હોવાનું પણ ધ્યાને આવ્યું હતું. આ પ્રકારની પરિસ્થિતિમાં ઉત્પાદિત ખાદ્ય પદાર્થો જાહેર આરોગ્ય માટે જોખમરૂપ બની શકે તેમ હોવાથી તંત્ર દ્વારા તાત્કાલિક કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.ફૂડ સેફ્ટી ઓફિસર ઇ.એસ. પટેલ દ્વારા સ્થળ પરથી અંદાજિત ₹૨૪,૩૦૦ની કિંમતનો કુલ ૧૮૫ કિલોગ્રામ જથ્થો, જેમાં ૭૦ કિલોગ્રામ બળેલું ખાદ્યતેલ અને ૧૧૫ કિલોગ્રામ બિનઆરોગ્યપ્રદ નમકીનનો સમાવેશ થાય છે, જાહેર આરોગ્યના હિતમાં સ્થળ પર જ નાશ કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત, વેચાણ અર્થે રાખવામાં આવેલા નમકીનના નમૂનાઓ લઈ વધુ લેબોરેટરી પૃથ્થકરણ (એનાલિસિસ) અર્થે મોકલવાની કાર્યવાહી પણ કરવામાં આવી છે. તહેવારોના સમયમાં નાગરિકોને સુરક્ષિત અને શુદ્ધ ખાદ્ય પદાર્થો મળી રહે તે માટે ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા આવી તપાસ અને કાર્યવાહી સતત ચાલુ રાખવામાં આવશે.તસ્વીર- અહેવાલ પુષ્કર ગોસ્વામી વડગામ

62
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો
error: Content is protected !!

જિલ્લા

શહેર પસંદ કરો