MORBI:મોરબીની માધાપરવાડી કન્યા શાળામાં વિવિધ સ્પર્ધાઓ યોજાઈ

MORBI:મોરબીની માધાપરવાડી કન્યા શાળામાં વિવિધ સ્પર્ધાઓ યોજાઈ

મોરબીની માધાપરવાડી કન્યા શાળામાં રંગોળી, મહેંદી,આરતી સુશોભન ચોટલા ગુંથવાની સ્પર્ધા યોજાઈ.

મોરબીની માધાપરવાડી કન્યા શાળામાં યોજાયેલ સ્પર્ધાઓના વિજેતાઓનું સન્માન કરાયું

મોરબી,અત્રેની પીએમશ્રી માધાપરવાડી કન્યા શાળા વિદ્યાર્થીઓના હેન્ડ,હાર્ટ એન્ડ હેડ થ્રિ “H” ની પ્રવૃત્તિ દ્વારા વિદ્યાર્થીઓનો સર્વાંગીણ વિકાસ થાય વિદ્યાર્થીનીઓનું ભણતરની સાથે યોગ્ય ઘડતર,ગણતર અને ઉત્તમ ચારિત્ર્યનું ચણતર થાય એ માટે અનેકવિધ પ્રવૃત્તિઓ કરાવવામાં આવે છે, હાલ સત્રાંત પરીક્ષા પૂર્ણ થઈ ગઈ હોય,શિક્ષકો પેપર તપાસવા અને પરિણામ તૈયાર કરવાની સાથે સાથે વિદ્યાર્થીનીઓમાં પડેલી સુષુપ્ત શક્તિઓ,કલા કૌશલ્ય બહાર આવે એ માટે શાળામાં રંગોળી સ્પર્ધા,મહેંદી મુકવી, આરતીની થાળી સુશોભિત કરવી,ચોટલો ગુંથવો વગેરે વિવિધ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં બાળાઓએ હોંશભેર ભાગ લઈ ભાતભાતની અને જાતજાતના રંગોનો ઉપયોગ કરી એક એકથી ચડિયાતી રંગબેરંગી રંગોળી બનાવી હતી,એવી જ રીતે ભગવાનની આરતી ઉતારવાની માટેની થાળીનું સુંદર મજાનું સુશોભન કર્યું હતું,એવી જ રીતે બાળાઓને ખુબજ પ્રિય એવી મહેંદી પ્રિય એવો ચોટલો ગુંથવાની હરીફાઈમાં વિદ્યાર્થીઓએ કલા કૌશલ્ય દાખવી સુંદર ડિઝાઈન બનાવી હતી તમામ સ્પર્ધામાં પ્રથમ ત્રણ નંબર પ્રાપ્ત કરનારને પ્રોત્સાહન રૂપે પારિતોષિક અર્પણ કરવામાં આવ્યા હતા.સમગ્ર સ્પર્ધા માટે શાળાના તમામ શિક્ષક બંધુ-ભગિનીઓએ ખુબજ જહેમત ઉઠાવી હતી.

62
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો
error: Content is protected !!

જિલ્લા

શહેર પસંદ કરો