GUJARAT:ગુજરાત રાજ્ય પાઠ્યપુસ્તક મંડળ દ્વારા પ્રકાશિત ધો.8 ના હિન્દી વિષયમાં છબરડો.

GUJARAT:ગુજરાત રાજ્ય પાઠ્યપુસ્તક મંડળ દ્વારા પ્રકાશિત ધો.8 ના હિન્દી વિષયમાં છબરડો.

ગુજરાત રાજ્ય પાઠ્ય પુસ્તક મંડળ દ્વારા પ્રાથમિક,માધ્યમિક શાળાઓમાં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓ માટે પાઠ્યપુસ્તકો નિર્માણ કરવાની કામ કરે છે,આ પુસ્તકોમાં વારંવાર છબરડા થતાં હોય છે. ધોરણ આઠના હિન્દી વિષયના દ્વિતીય સત્રના પાઠ્યપુસ્તકની અનુક્રમાણીકા કુલ નવ પાઠ આપેલા છે જે પૈકી પેજ નંબર 11 પર પાઠ:- 2 કચ્છ કી સેર પાઠ છે અને એજ કચ્છ કી સેર પાઠ બીજીવાર પેજ નંબર:- 11 બીજી વખત છાપેલો છે.તેમજ પેજ નંબર:-11 પર પાઠ:- 8 હંસના મના હૈ પાઠ છાપેલો છે ફરી એનો એજ પાઠ બીજી વખત છાપેલો છે.એવી જ રીતે પેજ નંબર:- 50 પર પહેલિયા:- પાઠ નંબર:- 9 ઉલઝન-સુલઝન છાપેલો છે એજ પાઠ બીજી વખત એજ પુસ્તકમાં છાપેલો છે. જ્યારે પાઠ નંબર:- 5 દોહે, પાઠ નંબર:- 6 તુફાનો કી ઓર બિલકુલ છાપેલા જ નથી. ગુજરાત રાજ્ય પાઠ્યપુસ્તક મંડળ દ્વારા છપાયેલુ ધો.8 ના હિન્દી વિષયના દ્વિતીય સત્રનું આ પાઠ્ય પુસ્તક લાખો વિદ્યાર્થીઓ સુધી પહોંચી ગયું છે. વિદ્યાર્થીઓના અભ્યાસમાં આવા છબરડા કેમ થાય છે? એ સવા મણનો સવાલ છે?

62
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો
error: Content is protected !!

જિલ્લા

શહેર પસંદ કરો