રીપોર્ટ આસીફ લુણાવાડા

*પીએમશ્રી બ્રાન્ચ શાળા નં.૫,લુણાવાડામા ૩૯ વર્ષથી સેવા બજાવ્યા બાદ ખલીલભાઈ શેખનો વય નિવૃત્તિ સન્માન સમારંભ યોજાયો.*
પીએમશ્રી બ્રાન્ચ શાળા નં.૫,લુણાવાડા ખાતે તા. ૩૧-૧૦-૨૦૨૬ ના રોજ સત્રાન્તે વય નિવૃત્ત થતા ખલીલભાઈ શેખ (ખલીલ સર)ના વય નિવૃત્તિ સન્માન સમારંભની હરીશભાઇ પટેલની અધ્યક્ષતામાં અને મુખ્ય મહેમાન તરીકે શશિકાન્તભાઈ પટેલની હાજરીમાં ભવ્ય ઉજવણી કરવામાં આવી.આ કાર્યક્રમમાં શાળાની બાળાઓ દ્વારા પ્રાર્થના અને સ્વાગતગીત રજૂ કરવામાં આવ્યું.શાળાના આચાર્ય દ્વારા શાબ્દિક સ્વાગત કરવામાં આવ્યું હતું.વય નિવૃત્તિ લેનાર શિક્ષક માટે ધો.૭ની વિદ્યાર્થિની અરબ આયશા તેમજ આફરીન ચાન્દા અને ફાતમા ટોપીવાલાએ અલગ અલગ વિદાયગીત અને બકોરીયા ખદીજાએ તેમજ શાળા ના શિક્ષિકા સુમૈયાબેન પટેલે ખલીલ સરની મીઠી યાદોમાં વક્તવ્ય રજૂ કર્યુ હતું.બાળપણના સાથી મિત્ર તેમજ કોઠંબા તાલુકા શિક્ષક સંઘના પ્રતિનિધિ એવા પુનમસિહ રાઠોડ અને ભુતપૂર્વ વિદ્યાર્થી મુસ્તુફા શેખે સાથે સમાજના સેક્રેટરી અને આચાર્ય એવા એહમદભાઈએ તથા જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ અતિથિવિશેષ એવા શશિકાન્તભાઈ પટેલે આગવી શૈલીમાં વક્તવ્ય રજૂ કર્યું હતું.સમારંભના અધ્યક્ષ એવા હરીશભાઇ પટેલે સમારંભને અનુરૂપ વક્તવ્ય આપ્યું હતું.સફળ અને સુંદર એન્કરીંગ સીઆરસી કૉ-ઑર્ડીનેટર ડૉ. મોહસીનભાઈએ તેમજ આસિફભાઈએ કર્યુ હતું.શાળાના શિક્ષિકા નયનાબેન પટેલે આભારવિધિ કરી સમારંભની પૂર્ણાહુતિ કરવામાં આવી.
આ કાર્યક્રમમાં બીટ કેળવણી નિરીક્ષક યોગેશભાઈ રાણા,ટીચર્સ સોસાયટીના નુતનભાઈ પટેલ, ટીચર્સ સોસાયટીના મેનેજર રાજેશભાઈ, નિમેષભાઈ સેવક,ઘટકસંઘના ખજાનચી ભવાનસિહ, સમાજના પ્રમુખ અતિકુરરહેમાન સિભાઈ,ઈદરીશભાઈ સુરતી, જગદીશભાઈ પટેલ, મહાલક્ષ્મીબેન ત્રિવેદી,સહુલત સોસાયટી ના મેનેજર સાદીકભાઈ અને હાજી મોહીદ્દીન ભુરા,મેહબૂબ કોઠ વિ. ડીરેકટર
એસ.એમ.સી.અધ્યક્ષ સુલતાન પટેલ, ઉપાધ્યક્ષ અબ્દુલરહીમ શેખ તેમજ ( આસીફભાઈ પાલ્લાવાલા સામાજિક કાર્યકર )સમાજના આગેવાનો, કોર્પોરેટર,જુના સહાધ્યાયીઓ,મિત્રમંડળ,ભુતપૂર્વ વિદ્યાર્થીઓ,ગ્રામજનો, આમંત્રિત મહેમાનો નામી-અનામી શુભેચ્છકો દ્વારા આ પ્રસંગે હાજરી આપી સમારંભને શોભાવ્યો-દિપાવ્યો હતો.








