જામનગરની ટપાલ કચેરીઓના સાયબર ફ્રોડ કેસમાં આંકડો રૂા. ૧ કરોડને આંબશે: નવ કર્મીઓને પોલીસે બોલાવ્યા

જામનગરની ટપાલ કચેરીઓના સાયબર ફ્રોડ કેસમાં આંકડો રૂા. ૧ કરોડને આંબશે: નવ કર્મીઓને પોલીસે બોલાવ્યા

શહેરની મુખ્ય ટપાલ કચેરીના જ કર્મચારીની સંડોવણી ખૂલ્યા પછી તેમની સામે ખાતાકીય પગલાં લેવામાં અધિક્ષકની ઢીલી નીતિ પણ શંકાસ્પદ સાયબર ક્રાઇમ પોલીસે ૯ જેટલા કર્મીઓને સમન્સ પાઠવી પૂછપરછ માટે બોલાવતાં ભારે ચર્ચા

જામનગર

(નયના દવે દ્વારા)

જામનગર તા.૪,
જામનગરની મુખ્ય ટપાલ કચેરીમાં જુદા-જુદા નામે ખાતા ખોલાવી રૂા.૬૪ લાખથી વધુના સાયબર ફ્રોડ કેસમાં નાણાંની હેરફેરનો આંકડો રૂા. ૧ કરોડ પર પહોંચી રહ્યો છે. ટપાલ કર્મીને જ સંડોવતા આ પ્રકરણમાં હવાઇ ચોક શાખા પણ આ રીતે જ લાખો રૂપિયાની અનઅધિકૃત હેરફેર થઇ હોવા અંગે તપાસ હાથ ધરી છે અને જુદા-જુદા ટપાલ કચેરીઓના નવ જેટલા કર્મચારીઓને પોલીસે સમન્સ પાઠવી પુછપરછ માટે બોલાવતાં ટપાલ કચેરી વર્તુળમાં ભારે ચકચાર જાગી છે.
બેંગ્લોરમાં થયેલા સાયબર ફ્રોડ કેસની તપાસમાં ખુલેલા જામનગર ટપાલ કચેરીના આ ચકચારજનક કેસમાં જે-તે સમયે ટપાલકર્મી આફતાબ માડકીયા સામેની ખાતાકિય તપાસ કરનાર અધિકારી અને તેમણે તપાસનો જે અહેવાલ તૈયાર કર્યો છે તે બાબતમાં પોલીસ તપાસ કરે તો ઘણી જ ગંભીર બાબતો સામે આવે અને જેનો રેલો ઉપર અધિકારીઓ સુધી પણ પહોંચે તેમ હોવાથી આ પ્રકરણમાં જવાબદાર સામે ખાતાકિય પગલાં લેવામાં જામનગર ટપાલ કચેરી વર્તુળના અધિક્ષકની ભૂમિકા પણ શંકાસ્પદ જણાઇ રહી છે. જેઓ આ મામલે પત્રકારોને કોઇપણ વિગતો આપવામાં અસમર્થ હોવાનું ગાણું ગાઇ રહ્યા છે.
આ કેસની તપાસના કામે જામનગર સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશને જામનગરની જુદી-જુદી ટપાલ કચેરીઓમાં ફરજ બજાવતાં નવ જેટલા કર્મચારીઓને પુછપરછ માટે હાજર થવા સમન્સ પાઠવ્યાના પગલાંથી પણ ટપાલ કચેરી વર્તુળમાં આ મામલો ભારે ચર્ચા જગાવી રહ્યો છે
પોલીસ તપાસ દરમીયાન શહેરની હવાઇ ચોક સ્થિત ટપાલ કચેરીમાં પણ આ પ્રકારે જ રૂા.૧૦ લાખથી વધુ રકમના નાણાંકિય વ્યવહારો સાયબર ફ્રોડ રીતે કરવામાં આવ્યાનું ખુલ્યું છે અને અત્યાર સુધીની તપાસમાં આ આંકડો કુલ ૯૮ લાખ ૫૬ હજાર સુધી પહોંચી ગયો છે. આ નાણાં ઉપાડનારાઓએ તેનું શું કર્યું તે પણ તપાસનો મુદ્દો છે.

62
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો
error: Content is protected !!

જિલ્લા

શહેર પસંદ કરો