હાંસોટ : હાંસોટ તાલુકાની પ્રાથમિક શાળા સાહોલમાં દિવાળી કાર્ડ મેકિંગ અને રંગોળી સ્પર્ધાનું ભવ્ય આયોજન: બાળકોએ કલા-કૌશલ્યના રંગો પાથર્યા

સમીર પટેલ, ભરૂચ

પ્રાથમિક શાળા સાહોલમાં દિવાળીના પાવન પર્વ અને નૂતન વર્ષના આગમનને આવકારવા માટે એક સુંદર અને ઉત્સાહભર્યા સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. તહેવારોના આ માહોલમાં શાળાના બાળકોએ પોતાની કલા અને સર્જનાત્મકતાનો અદભુત પરિચય આપ્યો હતો.
આ સમગ્ર કાર્યક્રમ શાળાના આચાર્ય નિલેશભાઈ ડી. સોલંકીના કુશળ માર્ગદર્શન હેઠળ યોજવામાં આવ્યો હતો. તેમની સાથે શાળાના શિક્ષક પરિવારના જયંતીભાઈ, નરેશભાઈ,તેજસભાઈ અને જનકભાઈ ખાસ ઉપસ્થિત રહીને બાળકોને સતત પ્રોત્સાહિત કર્યા હતા.કાર્યક્રમ અંતર્ગત શાળાના વિદ્યાર્થીઓ દ્વારા ખૂબ જ આકર્ષક અને સુંદર ‘દિવાળી ગ્રીટિંગ કાર્ડ્સ’ તેમજ નવા વર્ષની શુભેચ્છા પાઠવતા ‘નૂતન વર્ષાભિનંદન કાર્ડ્સ’ બનાવવામાં આવ્યા હતા. બાળકોએ પોતાના હાથે તૈયાર કરેલા આ કાર્ડ્સમાં અવનવી ડિઝાઇન અને હૃદયસ્પર્શી સ્કેચ દોરીને નવા વર્ષના સંકલ્પો તેમજ શુભેચ્છાઓ કંડારી હતી.
કાર્ડ મેકિંગની સાથે-સાથે શાળાના આંગણામાં કલરવ કરતાં બાળકોએ એક અદભુત રંગોળી સ્પર્ધામાં પણ ભાગ લીધો હતો. વિદ્યાર્થીઓએ કલ્પના શક્તિના સહારે આંગણામાં સરસ મજાની વિવિધ ભાતવાળી રંગોળીઓ દોરી હતી. ત્યારબાદ તેમાં મનમોહક અને આકર્ષક રંગો પૂરીને સમગ્ર શાળા પરિસરને દિવાળીના રંગોથી જગમગાવી દીધું હતું.
શાળાના આચાર્ય અને શિક્ષકગણે બાળકોના આ કલા-કૌશલ્ય અને ઉત્સાહને ખૂબ જ બિરદાવ્યો હતો. આ પ્રકારના રચનાત્મક કાર્યોથી બાળકોમાં ભારતીય સંસ્કૃતિના તહેવારોનું મહત્વ વધે છે અને તેમની સુષુપ્ત શક્તિઓને બહાર લાવવા માટે એક ઉત્તમ પ્લેટફોર્મ પૂરું પડે છે તેમ શાળા પરિવાર દ્વારા જણાવવામાં આવ્યું હતું. સમગ્ર કાર્યક્રમ ખૂબ જ હર્ષોલ્લાસભર્યા વાતાવરણમાં સંપન્ન થયો હતો.

62
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો
error: Content is protected !!

જિલ્લા

શહેર પસંદ કરો