માંગરોળ આઈટીઆઈ ખાતે વાર્ષિક દીક્ષાંત સમારોહ યોજાયો

વિવિધ ટ્રેડના તેજસ્વી તાલીમાર્થીઓ મેડલ અને પ્રમાણપત્રથી સન્માનિત
વાત્સલ્યમ્ સમાચાર
ભરત બોરીચા – જૂનાગઢ
જૂનાગઢ : રોજગાર અને તાલીમ નિયામકના નેતૃત્વ હેઠળ સરકારી આઈટીઆઈ માંગરોળ ખાતે વાર્ષિક દીક્ષાંત સમારોહ યોજાયો હતો. આ સમારોહમાં સપ્ટેમ્બર-૨૦૨૬માં પરીક્ષા પાસ કરી ઉત્કૃષ્ટ પરિણામ મેળવનારા વિવિધ ટ્રેડના તેજસ્વી તાલીમાર્થીઓનું સન્માન કરવામાં આવ્યું હતું.
કાર્યક્રમ દરમિયાન વિવિધ ટ્રેડમાં પ્રથમ, દ્વિતીય અને તૃતીય ક્રમાંક પ્રાપ્ત કરનારા તાલીમાર્થીઓને ઉપસ્થિત આગેવાનોના હસ્તે મેડલ તથા પ્રમાણપત્ર એનાયત કરાયા હતા. આ પ્રસંગે સરપંચ હરેશ ચુડાસમાએ તાલીમાર્થીઓને પરિશ્રમ, સમર્પણ અને કૌશલ્યના બળે ઔદ્યોગિક ક્ષેત્રે અગ્રેસર બનવા માર્ગદર્શન આપ્યું હતું. સંસ્થાના આચાર્ય જે. એસ. ધોળકિયાએ કૌશલ્ય વિકાસને આત્મનિર્ભર બનવા માટેની મજબૂત આધારશિલા ગણાવી તાલીમાર્થીઓને પ્રોત્સાહિત કર્યા હતા.
આ સમારોહમાં ઉત્તીર્ણ થયેલા તાલીમાર્થીઓએ પોતાના અભ્યાસકાળના અનુભવો અને સફળતાની સફર રજૂ કરી હાલમાં અભ્યાસ કરી રહેલા અન્ય તાલીમાર્થીઓનો ઉત્સાહ વધાર્યો હતો. આચાર્યના માર્ગદર્શન હેઠળ સમગ્ર દીક્ષાંત સમારોહ સુચારુ રીતે સંપન્ન થયો હતો.

62
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો
error: Content is protected !!

જિલ્લા

શહેર પસંદ કરો