ઓગડ તાલુકાની થરા નગર પાલિકામાં પ્રમુખ/ઉપ-પ્રમુખે ચાર્જ સંભાળ્યો.

ઓગડ તાલુકાની થરા નગર પાલિકામાં પ્રમુખ/ઉપ-પ્રમુખે ચાર્જ સંભાળ્યો.

ઓગડ તાલુકાની થરા નગર પાલિકાની ચુંટણી ૧૧ ઓકટોમ્બરે યોજાઈ હતી. જેનુ પરીણામ ૧૩ ઓકટોમ્બરે જાહેર થયુ હતુ.જેમાં ભાજપ નો ૧૯ સીટો ઉપર જયારે કોગ્રેસનો ૫ સીટો ઉપર વિજય થતાં કોગ્રેસનો રકાસ નિકળી ગયો હતો.જેમાં ગત તા.૦૩/૧૧/૨૬ ના રોજ પાલિકાના પ્રમુખ અને ઉપ પ્રમુખ પદની ચુંટણી થરા નગર પાલિકાના સભા ખંડમાં ચુંટણી અધિકારી કિશનદાન ગઢવીના અધ્યક્ષ સ્થાને,નગર પાલિકાના ચિફ ઓફીસર જીગ્નેશભાઈ બારોટ,થરા સ્ટેટ માજી રાજવી એવમ પાલિકા પૂર્વ પ્રમુખની ઉપસ્થિતિમાં ચુસ્ત પોલિસ બંદોબસ્ત સાથે યોજાઈ હતી.જેમાં ભાજપ ના ૧૮ સભ્યો જયારે કોગ્રેસ ના ૫ સભ્યો હાજર રહ્યા હતા.અને ભાજપના ૧ સભ્ય ગેર હાજર રહ્યા હતા.આમ ભાજપ તરફી ૧૮ સભ્યોએ હાથ ઉંચો કર્યો હતો.જયારે કોગ્રેસ તરફી ૫ સભ્યોએ હાથ ઉંચા થતાં ભાજપ તરફથી ડૉ. અશ્વિનીબેન કિરીટકુમાર ઠકકરને મેન્ડેડ આપતાં અને એક માત્ર તેમનુ ફોર્મ રજુ થતાં તેમની પ્રમુખ તરીકે બિનહરીફ વરણી કરવામાં આવી હતી. જયારે ઉપ પ્રમુખ જશીબેન સેમાભાઈ પટેલની બિનહરીફ વરણી કરાઈ હતી.કારોબારી ચેરમેન ધવલકુમાર મંગળદાસ ઝવેરી,પક્ષના નેતા વિક્રમસિંહ બેચરસિંહ વાઘેલા,દંડક તરીકે યુવા નેતા વિજયકુમાર પરબતજી ઠાકોરની વરણી કરવામાં આવી હતી.આમ થરા નગર પાલિકામા ફરી એક વાર ભાજપે સતાનુ સુકાન સંભાળતાં તા.૦૬/૧૧/૨૦૨૬ ને શુક્રવાર ધનતેરસના પાવન દિવસે સવારે ૧૧ કલાકે શાસ્ત્રી રાઘવેન્દ્ર જોષીના મુખારવિંદે શાસ્ત્રોક્ત વિધિ વિધાનથી મંત્રોચ્ચાર સાથે થરા સ્ટેટ માજી રાજવી અને થરા નગરપાલિકાના સ્વર્ગસ્થ પૂર્વપ્રમુખ મુળરાજસિંહ વાઘેલાના લઘુબંધુ પૃથ્વીરાજસિંહ વાઘેલાની ઉપસ્થિતિમા સત્તા સાંભળી હતી તેમાં પ્રમુખ તરીકે ડૉ. અશ્વિનીબેન કિરીટકુમાર ઠકકર અને ઉપપ્રમુખ તરીકે પટેલ જસીબેન સેમાભાઈ વિધિવત ચાર્જ સંભાળ્યો હતો.ત્યારે અશ્વિનીબેને ખુશી સાથે જણાવ્યું હતું કે જ્યાં સુધી હું નગર પાલિકા માં છું ત્યાં સુધી લાંચ લીધા વગર (નોન કરપશન) આ પાલિકામાં દરેક કર્મચારી તથા કોર્પોરેટરો કામ કરશે.દરેક કોર્પોરેટરો પદ લેવા નહીં પણ પબ્લિકનું કામ કરવા ચૂંટાયા છે.દરેક કર્મચારીઓને સુચના આપવામાં આવશે કે નગર પાલિકામા કોઈ પણ જગ્યા એ પાણી,લાઈટ, સાફ સફાઈ વગેરે કામો માટે કોર્પોરેટર ફોન કરે તો પ્રમુખ નો ફોન આવ્યો તેમ સમજી કામ કરશે.આ પ્રસંગે થરા માર્કેટના વાઈસ ચેરમેન કિરીટભાઈ અખાણી,ખેડૂત અગ્રણી અણદાભાઈ એસ. ચૌધરી, પાલિકા પૂર્વપ્રમુખ ભારતીબેન ઠક્કર,વસંતજી ઘાંઘોસ, કારોબારી ચેરમેન રસિકભાઈ પ્રજાપતિ, કોર્પોરેટર મહેન્દ્રસિંહ વાઘેલા, રાયમલભાઈ પટેલ,ભુપતજી ગોહિલ, કાંકરેજ જાગીરદાર કેળવણી મંડળના પૂર્વ ઉપ પ્રમુખ લાલસિંહ વાઘેલા, જૈન અગ્રણીઓ કમલેશભાઈ શાહ,અતુલભાઈ શાહ, ભુપેન્દ્રસિંહ પરમાર સહીત કોર્પોરેટરો અને કાર્યકરો ઉપસ્થિત રહી પ્રમુખ/ઉપ પ્રમુખ ને ફુલહાર પહેરાવી પેંડા ખવરાવી શુભેચ્છાઓ આપી હતી..
નટવર.કે.પ્રજાપતિ,થરા
મો.૯૯૭૯૫ ૨૧૫૩૦

62
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો
error: Content is protected !!

જિલ્લા

શહેર પસંદ કરો