ભુજમાં “એક રાષ્ટ્ર, એક ચૂંટણી” થીમ આધારિત “વિકસિત ભારત યુથ પાર્લામેન્ટ” સફળતાપૂર્વક સંપન્ન

વાત્સલ્યમ્ સમાચાર.

રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – ભુજ કચ્છ.

ભુજ, તા-૦૭ નવેમ્બર : માય ભારત (MY Bharat) અંતર્ગત ભુજ જિલ્લામાં વિકસિત ભારત વિઝન અને ખાસ કરીને “એક રાષ્ટ્ર, એક ચૂંટણી” (One Nation, One Election) ના મુખ્ય વિષય/થીમ (Theme) પર જિલ્લા કક્ષાની યુથ પાર્લામેન્ટ (યુવા સંસદ)નું ભવ્ય અને સફળ આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં જિલ્લાભરમાંથી મોટી સંખ્યામાં યુવાનો, વિદ્યાર્થી નેતાઓ અને અગ્રણી મહાનુભાવોએ એકઠા થઈને દેશના વિકાસ અને ચુંટણી સુધારાઓ પર ગહન વિચાર-વિમર્શ કર્યો હતો.આ સમગ્ર કાર્યક્રમનું આયોજન માય ભારત (MY Bharat)ના જિલ્લા યુવા અધિકારી શ્રી અમિત શર્મા દ્વારા કરવામાં આવ્યું હતું. તેમણે પધારેલા તમામ અતિથિઓ અને યુવાનોનું સ્વાગત કર્યું હતું અને ૨૦૪૭ સુધીમાં દેશને ‘વિકસિત ભારત’ બનાવવામાં યુવા નેતૃત્વ તથા “એક રાષ્ટ્ર, એક ચૂંટણી” જેવા નિર્ણાયક સુધારાઓ અંગે યુવાનોમાં જાગૃતિ લાવવાની ભૂમિકા વિશે વિગતવાર માહિતી આપી હતી.

કાર્યક્રમનું અધ્યક્ષસ્થાન આગેવાનશ હિતેશ ખંડોલ એ સંભાળ્યું હતું અને તેમનું અધ્યક્ષીય પ્રવચન આપ્યું હતું. તેમણે પોતાના પ્રવચનમાં જણાવ્યુ હતું કે “એક રાષ્ટ્ર, એક ચૂંટણી” દેશના નાણાકીય અને વહીવટી સંસાધનોની બચત કરીને વિકાસની ગતિને ઝડપી બનાવશે. તેમણે યુવાનોને રાષ્ટ્ર નિર્માણની પ્રવૃત્તિઓમાં સક્રિયપણે ભાગ લેવા અને લોકશાહી મૂલ્યોને વધુ મજબૂત બનાવવા આહ્વાન કર્યું હતું.

આ પ્રસંગે ભુજ જિલ્લા યુવા વિકાસ અધિકારી દેવાંશી ગઢવીજ, અશરફ નથવાણીજ તેમજ દાનવીર ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને તેમણે યુવાનોને પોતાના માર્ગદર્શન અને સુવિચારોથી પ્રોત્સાહિત કર્યા હતા.કાર્યક્રમ દરમિયાન જિલ્લાના યુવા સ્પર્ધકોએ સંસદીય શૈલીમાં “એક રાષ્ટ્ર, એક ચૂંટણી” ના ફાયદા, દેશના આર્થિક વિકાસ પર તેની અસર, સુશાસન અને યુવા સશક્તિકરણ જેવા વિષયો પર તર્કબદ્ધ અનેપ્રભાવશાળી વિચારો રજૂ કર્યા હતા. ઉપસ્થિત અતિથિઓએ યુવાનોના ઉત્કૃષ્ટ વૈચારિક સ્તર, નેતૃત્વ ક્ષમતા અને રાષ્ટ્ર પ્રત્યેની સમર્પણ ભાવનાના મુક્ત કંઠે વખાણ કર્યા હતા.યુથ પાર્લામેન્ટના અંતે આભાર વિધિ કરવામાં આવી હતી અને તમામ સહભાગીઓએ વિકસિત ભારતના નિર્માણમાં પોતાનું સક્રિય યોગદાન આપવાનો ઉત્સાહપૂર્વક સંકલ્પ લીધો હતો.

62
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો
error: Content is protected !!

જિલ્લા

શહેર પસંદ કરો