ગુજરાત સરકારના શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ (શહેરી આજીવિકા મિશન GULM) દ્વારા સ્વદેશી ચીજવસ્તુઓની ખરીદી માટે ભાર મુકવામાં આવી રહ્યો છે જે અંતર્ગત વલસાડ નગરપાલિકા દ્વારા અવસર પાર્ટી પ્લોટ, સી.બીસ્કૂલના ગ્રાઉન્ડ ખાતે ‘સ્વદેશી મેળો ૨૦૨૬’નું આયોજન કરવામાં આવ્યું હતું. ૧૦ દિવસીય આ સ્વદેશી મેળાની સફળ પૂર્ણાહુતી સાથેસ્થાનિક મહિલા શક્તિનું પ્રભાવશાળી પ્રદર્શન પણ જોવા મળ્યું હતું. માત્ર ૧૦ દિવસમાં ૧૪ લાખથી વધુનો વેપાર થતા “હર ઘરસ્વદેશી, ઘર ઘર સ્વદેશી” અને “સર્જનથી સમૃદ્ધિ” નો મંત્ર સાકાર થયો છે.

તા. ૨૮ ઓક્ટોબર થી ૦૬ નવેમ્બર દરમિયાન યોજાયેલા આ ૧૦ દિવસીય મેળામાં આશરે ૫૦ જેટલા સ્ટોલ્સ પરસખીમંડળની બહેનોએ પોતાના ઘરેલુ અને હસ્તકલા ઉત્પાદનોનું પ્રદર્શન તથા વેચાણ કર્યું હતું. માત્ર ૧૦ દિવસમાં ૧૪ લાખ રૂપિયાથીવધુનો વેપાર એ સ્થાનિક ઉત્પાદનો પ્રત્યે લોકોના વિશ્વાસ અને મહિલાઓની મહેનતનું પ્રતીક છે.
અબ્રામા વિસ્તારમાં રહેતા હેતલબેન અને યોગીતાબેને નાગલીના પાપડ, વેફર, ચકરી તેમજ વશીયર વિસ્તારમાં રહેતાઅર્ચનાબેને તોરણ, દીવા, ઘર સજાવટની વસ્તુઓ વેચીને અંદાજે ૧૫ હજાર જેટલી આવક મેળવી છે. અન્ય બહેનોએ પણ અનેકપ્રકારની હાથથી બનાવેલી વસ્તુઓનું વેચાણ કર્યું હતું. આ પ્રેરણાદાયી ઉદાહરણ દર્શાવે છે કે, પરંપરાગત સજાવટ અને પૌષ્ટિકઆહાર વસ્તુઓ આજે પણ બજારમાં મજબૂત સ્થાન ધરાવે છે.
વલસાડના વાવડી વિસ્તારમાં રહેતા હીનાબેન ભંડારી અને ખુશ્બુબેન પટેલ જણાવ્યું કે, હેન્ડમેડ બંગડીઓ, ઉનમાંથીબનાવેલી અવનવી વસ્તુઓ, સેટ અને એરિંગ્સ જેવી વસ્તુઓને સારો પ્રતિસાદ મળ્યો અને અંદાજે રૂ. ૧૦ હજાર જેટલી આવક થઈછે. વિના મૂલ્યે સ્ટોલ ફાળવવા બદલ અમે સરકારનો આભાર વ્યક્ત કરીએ છીએ.
આ મેળામાં લસણની ચટણી, અથાણાં, મિલેટ્સની મીઠાઈઓ અને નાગલીના પાપડ જેવી ચીજવસ્તુઓ લોકપ્રિય રહી હતી. શુદ્ધ અને પૌષ્ટિક આહાર પ્રત્યે વધતી જાગૃતિ વચ્ચે મિલેટ આધારિત વાનગીઓએ વિશેષ આકર્ષણ મેળવ્યું હતું. આ મેળો માત્રવેપાર પૂરતો સીમિત રહ્યો ન હતો, પરંતુ પર્યાવરણ જાગૃતિનો સંદેશ પણ આપ્યો હતો. લીમડા, કેસુડા અને ચંદનથી બનેલાકેમિકલમુક્ત કોસ્મેટિક્સ તેમજ વાંસમાંથી બનાવેલ કલાત્મક ઘર સજાવટની વસ્તુઓએ પણ મુલાકાતીઓનું ધ્યાન ખેંચ્યું હતું. આસ્વદેશી મેળાએ મહિલાઓમાં આત્મવિશ્વાસ વધાર્યો છે અને મહિલા સશક્તિકરણનું જીવંત ઉદાહરણ પૂરું પાડ્યું છે.







