TANKARA:ગૌરવવંતી ક્ષણ: ટંકારાના યુવા પ્રતિભા ભવ્ય ભાગીયાનું સોલર રિસર્ચ પેપર આંતરરાષ્ટ્રીય જર્નલમાં પ્રસિદ્ધ


ટંકારા/મીતાણાના મૂળ રહેવાસી અને ટંકારાના જાણીતા ધારાશાસ્ત્રી તથા RGB ગ્રુપના ચેરમેન આર.જી. ભાગીયા (એડવોકેટ અને નોટરી) ના સુપુત્ર ભવ્ય ભાગીયાએ સોલર ક્ષેત્રમાં અનોખી સિદ્ધિ હાંસલ કરી સમગ્ર ટંકારા પંથક અને ભાગીયા પરિવારનું નામ રોશન કર્યું છે.
ભવ્ય ભાગીયા દ્વારા સોલર એનર્જી ક્ષેત્રે કરવામાં આવેલ ઉત્કૃષ્ટ સંશોધનને પ્રતિષ્ઠિત એવી ‘ઇન્ટરનેશનલ જર્નલ ઓફ ઇનોવેટિવ રિસર્ચ ઇન ટેકનોલોજી’ (IJIRT) માં સ્થાન મળ્યું છે અને તેમનું રિસર્ચ પેપર સફળતાપૂર્વક પ્રકાશિત થયું છે.
આ વૈજ્ઞાનિક અને ટેકનોલોજીકલ સિદ્ધિ બદલ ટંકારા અને મીતાણા સહિતના પંથકમાંથી તેમના પર અભિનંદનની વર્ષા થઈ રહી છે. પોતાની આ સફળતા બાદ ભવ્ય ભાગીયાએ લોકહિતને ધ્યાનમાં રાખીને અપીલ કરી છે કે, “આજના સમયમાં પર્યાવરણની જાળવણી અને વીજળીની બચત માટે દરેક નાગરિકે ઘરવપરાશમાં રિન્યુએબલ એનર્જી એટલે કે સૂર્ય ઊર્જા (સોલર પાવર) નો મહત્તમ ઉપયોગ કરવો જોઈએ.”

ભવ્ય ભાગીયાની આ નોંધપાત્ર સિદ્ધિથી યુવા પેઢીને ટેકનોલોજી અને રિન્યુએબલ એનર્જી ક્ષેત્રે નવું માર્ગદર્શન તેમજ પ્રોત્સાહન મળ્યું છે. સમગ્ર પરિવાર અને ગ્રામજનોમાં આનંદની લાગણી ફેલાઈ છે.









