0%

વાવ-થરાદ ભાજપ જિલ્લા પ્રમુખ ડો. નરેશભાઈ ઠાકોરે દિવાળી અને નૂતન વર્ષ નિમિત્તે સમગ્ર ગુજરાતની જનતાને પાઠવી શુભેચ્છાઓ

વાત્સલ્યમ સમાચાર પ્રવિણભાઇ ચૌહાણ વાવ થરાદ

 

વાવ-થરાદ ભારતીય જનતા પાર્ટીના જિલ્લા પ્રમુખ ડો. નરેશભાઈ ઠાકોરે દિવાળી અને વિક્રમ સંવત ૨૦૮૩ના નૂતન વર્ષ નિમિત્તે વાવ-થરાદ સહિત સમગ્ર ગુજરાતની જનતાને હાર્દિક શુભેચ્છાઓ પાઠવી હતી.

 

તેમણે નવા વર્ષના સંદેશમાં જણાવ્યું હતું કે આપણે સૌ નવા વર્ષમાં સ્વદેશી વસ્તુઓ અપનાવવાનો સંકલ્પ કરીએ. આપણા વિસ્તારના સ્થાનિક કારીગરો દ્વારા બનાવવામાં આવતી વસ્તુઓનો રોજિંદા જીવનમાં ઉપયોગ કરીને સ્વદેશી અભિયાનને વેગ આપીએ. જેના થકી સ્થાનિક કારીગરોને પ્રોત્સાહન મળશે અને દેશનું અર્થતંત્ર પણ વધુ મજબૂત બનશે.

 

વધુમાં તેમણે અપીલ કરી હતી કે દિવાળીના પર્વે ગરીબમાં ગરીબ પરિવારના ઘરે પણ દીપોત્સવની ખુશીઓ પહોંચે અને તેમના બાળકો પણ તહેવારનો આનંદ માણી શકે તે માટે સૌએ યથાશક્તિ પ્રયાસ કરવો જોઈએ.

 

અંતમાં તેમણે માં ભગવતી અને લક્ષ્મી માતાજીને પ્રાર્થના કરી હતી કે નવું વર્ષ દરેકના જીવનમાં સુખ, સમૃદ્ધિ, તંદુરસ્તી અને પ્રગતિ લઈને આવે. ફરી એકવાર વાવ-થરાદ સહિત સમગ્ર ગુજરાતની જનતાને નૂતન વર્ષની હાર્દિક શુભકામનાઓ પાઠવી હતી.

62
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો

error: Content is protected !!

જિલ્લા

શહેર પસંદ કરો