0%

MORBI:મોરબી જન્મદિવસને સેવાકીય રંગ આપી વૈદરાજ કોરડિયા દ્વારા એકીસાથે ૧૯ વિનામૂલ્યે સેવાકેમ્પનો પ્રારંભ

MORBI:મોરબી જન્મદિવસને સેવાકીય રંગ આપી વૈદરાજ કોરડિયા દ્વારા એકીસાથે ૧૯ વિનામૂલ્યે સેવાકેમ્પનો પ્રારંભ

નકલંક મંદિરના મહંતશ્રી દામજી ભગતના આશીર્વાદ સાથે સેવાયજ્ઞનો આરંભ

૫૦૦ બોટલ આંખના ટીપાં, ૨૦૦ હરસના મલમ અને ૧૨૫ દુખાવાની ટ્યુબનું નિઃશુલ્ક વિતરણ

મોરબી, તા. ૯ નવેમ્બર ૨૦૨૬ સેવાની ભાવના અને આયુર્વેદના પ્રચાર-પ્રસારમાં હંમેશા અગ્રેસર રહેનાર જાણીતા વૈદરાજશ્રી કોરડિયાભાઈ દ્વારા ગત વર્ષ દરમિયાન મોરબી વિસ્તારમાં ૨૩ સેવાકેમ્પ ભેટ સ્વરૂપે શરૂ કરવામાં આવ્યા હતા. ત્યારે આજે તા. ૯/૧૧/૨૬ના રોજ તેમના જન્મદિવસ નિમિત્તે નકલંક મંદિરના મહંતશ્રી દામજી ભગતના પવિત્ર આશીર્વચન પ્રાપ્ત કરી, મોરબી પંથકમાં એકીસાથે ૧૯ નવા સેવાકેમ્પ શરૂ કરાવવામાં આવ્યા છે.

સેવાકેમ્પની વિશેષતાઓ અને વિનામૂલ્ય વિતરણ:આ તમામ સેવાકેમ્પ પર દર્દીઓની સેવાર્ય નીચે મુજબની આયુર્વેદિક અને પ્રભાવશાળી દવાઓનું નિઃશુલ્ક વિતરણ કરવામાં આવશે:

(Njk) નેત્રબિંદુ આંખના ટીપાં ,(Njk) હરસના મલમ ,તપોભૂમિ કંપનીની રી-એક્ટિવ (Re-active) દુખાવાની ટ્યુબ ,બગથળા ગામે ભવ્ય મેગા કેમ્પનું આયોજન:

નકલંક મંદિર ખાતે તા. ૧૦/૧૧/૨૬ના રોજ અન્નકૂટ ઉત્સવ અને દર્શનનું વિશેષ આયોજન હોવાથી, બગથળા ગામનો સેવાકેમ્પ દર્શનાર્થીઓને મહત્તમ લાભ મળી રહે તે હેતુસર એક દિવસ મોડો એટલે કે તારીખ ૧૦ ના રોજ યોજાશે.

આ કેમ્પ આ શ્રેણીનો સૌથી મોટો મેગા કેમ્પ સાબિત થશે, જેમાં અંદાજિત:૫૦૦ બોટલ આંખના ટીપાં ,૨૦૦ હરસના મલમ ,૧૨૫ દુખાવાની ટ્યુબ નું નિઃશુલ્ક વિતરણ કરવામાં આવશે. આ સમગ્ર સેવાકીય કાર્ય અને તેનો ખર્ચ વૈદરાજશ્રી દ્વારા સંપૂર્ણપણે સ્વખર્ચે ઉઠાવવામાં આવ્યો છે, જેને કારણે મોરબી પંથકમાં વૈદરાજશ્રીની આ લોકઉપયોગી પહેલને ચારેય તરફથી ભારે સરાહના મળી રહી છે.

62
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો

error: Content is protected !!

જિલ્લા

શહેર પસંદ કરો