રીપોર્ટ આસીફ લુણાવાડા
સંતરામપુર તાલુકાના એક ગામમાં પતિ પત્નીના ઝઘડામાં સુખદ સમાધાન કરાવતી મહીસાગર અભયમ ટીમ.
24 વર્ષીય પરણીતા એ 181 મહિલા હેલ્પલાઇન પર ફોન જણાવેલ કે પતિ સાસુતથા સસરા ઘરમાંથી નીકળી જવાની ધમકી આપે છે અને છૂટાછેડા આપવા માટે કહે છે આથી મદદની જરૂર છે
મહીસાગર અભયમ ટીમ ઘટના સ્થળ પર પહોંચી મહિલાનું કાઉન્સેલિંગ કર્યું તો જાણવા મળ્યું કે મહિલાના પતિને અન્ય સ્ત્રી સાથે સંબંધો છે આથી વારંવાર મને ત્રાસ આપે છે તથા મારપીટ પણ કરે છે અને ઘરમાંથી નીકળી જવાની ધમકી આપે છે આજે તો મને અડધી રાત્રે ઘરમાંથી બહાર કાઢી મુકેલ છે તથા મારા સાસુ સસરા પણ મને રાખવાની ના પાડે છે ને છૂટાછેડા આપી દેવા માટે તેમના પુત્રને દબાણ કરે છે.
અભયમ ટીમે મહિલા ના પતિ તથા સાસુ સસરા સાથે વાતચીત કરી સમજાવ્યા કે આ મહિલાને ઘરમાં થી કાઢી મૂકો છો તે યોગ્ય નથી તે એવી રીતના ઘરમાંથી બહાર ના નીકળી શકે અને કાયદેસર લગ્ન કરેલા છે તે પોતાનું ઘર નિભાવવા માંગે છે તેમના પતિને જણાવેલ કે તમે જે અન્ય સ્ત્રી સાથે સંબંધો રાખો છો તે છોડવા પડશે તમારે બાળકો છે તમારે આમને જ શાંતિથી રાખવા પડશે એમની જોડે કોઈ પણ પ્રકારનું ગેરવર્તન કરાશે નહીં તો આ વાત સાંભળીને પતિ , સાસુ તથા સસરા સંમત થયા હતા અને પતિ કહેતા હતા કે પછી હું બીજી સ્ત્રીના સંબંધો છે તે ભૂલવા માંગુ છું અને મારી જિંદગી હવે મારા પત્ની અને બાળકો સાથે જીવવા માંગુ છુ મારી પત્નીને શાંતિથી રાખીશ ઘરમાંથી નીકળી જવાની ધમકી આપીશ નહીં તથા મહિલાના સાસુ સસરા પણ જણાવતા હતા કે હવે પછી હેરાન કરીશું નહીં. લેખિતમાં તેમનું લખાણ લઈને સમાધાન કરવામાં આવ્યું હતું આથી મહિલાએ 181 અભયમ ટીમનો હૃદય પૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો.





