ધરમપુર આદિજાતિ હોસ્ટેલ હુમલા મામલે અનંત પટેલ આક્રમક

વાત્સલ્યમ્ સમાચાર
દિપક પટેલ-ખેરગામ

3 દિવસમાં તમામ આરોપીઓની ધરપકડ નહીં થાય તો પ્રાંત કચેરીનો ઘેરાવ કરવાની ચીમકી

 

ધરમપુર, તા. 06 સપ્ટેમ્બર 2026:

ધરમપુર ખાતે આવેલી આદિજાતિ હોસ્ટેલમાં વિદ્યાર્થીઓ પર થયેલા હુમલાની ઘટનાને લઈને વાંસદા-ચીખલીના ધારાસભ્ય શ્રી અનંત પટેલે આક્રમક વલણ અપનાવ્યું છે.તા. 06/09/2026ના રોજ ધારાસભ્ય શ્રી અનંત પટેલે ધરમપુર સ્ટેટ હોસ્પિટલ ખાતે પહોંચી હુમલામાં ભોગ બનેલા વિદ્યાર્થીઓની મુલાકાત લીધી હતી અને તેમની તબિયત અંગે માહિતી મેળવી હતી. ત્યારબાદ તેઓ ધરમપુર પોલીસ સ્ટેશન ખાતે પહોંચ્યા હતા અને પોલીસ અધિકારીઓ સાથે સમગ્ર ઘટનાને લઈને ચર્ચા કરી હતી.ધારાસભ્ય અનંત પટેલે પોલીસ ઈન્સ્પેક્ટર શ્રી સમક્ષ ઘટનામાં સંડોવાયેલા તમામ આરોપીઓની તાત્કાલિક ધરપકડ કરવામાં આવે તેવી માંગ કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, આ ઘટનામાં સંડોવાયેલા તમામ આરોપીઓની ત્રણ દિવસમાં ધરપકડ કરવામાં નહીં આવે તો ધરમપુર પ્રાંત કચેરીનો ઘેરાવ કરવામાં આવશે.આ પ્રસંગે આદિવાસી સમાજના અનેક આગેવાનો તથા કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. વિદ્યાર્થીઓને ન્યાય મળે અને હુમલામાં સંડોવાયેલા તમામ આરોપીઓ સામે કાયદેસરની કાર્યવાહી થાય તેવી માંગ સાથે સમાજના આગેવાનો દ્વારા પણ રજૂઆત કરવામાં આવી હતી.

12
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો
error: Content is protected !!

જિલ્લા

શહેર પસંદ કરો