મેંદરડાના શિક્ષકને રાજ્યપાલશ્રી ના હસ્તે શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક ૨૦૨૬ થી સન્માનિત કરાયા

૫મી સપ્ટેમ્બર ૨૦૨૬ શિક્ષક દિનના રોજ ગાંધીનગર ખાતે  ગુજરાત રાજ્યના મહામહિમ રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી, ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ, કેબિનેટ કક્ષાના શિક્ષણ મંત્રી ડૉ.પ્રદ્યુમન વાજા, રાજ્યકક્ષાના શિક્ષણ મંત્રી રિવાબા જાડેજા તથા શિક્ષણ વિભાગના તમામ અધિકારીઓની ઉપસ્થિતિમાં યોજાયેલ ગુજરાત રાજ્યના શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક ૨૦૨૬માં રાજ્યકક્ષાએ કુલ ૪૦ શિક્ષકોની પસંદગી કરવામાં આવેલ જેમાં મેંદરડા તાલુકાના આલીધ્રા ક્લસ્ટરના સી.આર.સી કોર્ડીનેટર બહાદુરસિંહ વાળાની પસંદગી થતા તેમને સન્માનિત કરવામાં આવ્યા બહાદુરસિંહ વાળા દ્વારા સ્વરચીત બાળ કાવ્યોનું એનિમેશન જે યુ-ટ્યુબ પર અપલોડ કરીને રાજ્યના આશરે ૧.૨૫.૦૦૦ જેટલા બાળકોને મૂલ્ય શિક્ષણ અને ભાષા શિક્ષણની કામગીરી, બાયસેગ ખાતે થી આપવામાં આવેલ પાઠ, રાજ્યકક્ષાના ઇનોવેશન ફેરમાં કરેલ ભાગીદારી, રાજ્યકક્ષાના બેસ્ટ ચાઈલ્ડ સેન્ટ્રિક ટીચિંગ લર્નિંગ મટીરીયલ, વિવિધ શિક્ષણના મેગેઝિનોમાં લેખ, વેકેશન દરમિયાન વાંચન લેખન ગણન ની કામગીરી, કોરોના કાળ દરમિયાન ટીમ્સ ટીચિંગ કામગીરી, વિવિધ શિક્ષક તાલીમોમાં રિસોર્સ પર્સન અને કી રિસોર્સ પર્સન તરીકે કરેલી કામગીરી, પરખ આધારિત પ્રશ્ન બેંકની સમીક્ષા તથા લેખન,રાષ્ટ્રીય કામગીરી જેમ કે ચૂંટણી અને વસ્તી ગણતરીમાં માસ્ટર ટ્રેનર તરીકે કરેલી કામગીરી સહિતની અનેક વિશેષ કામગીરીને ધ્યાનમાં લઇ તેમને આ સન્માન આપવામાં આવ્યું.તેમના દ્વારા તેમના ક્લસ્ટરમાં નામાંકન સ્થાયીકરણ અને ગુણવત્તા માટે કરવામાં આવેલી કામગીરીઓ ખાસ નોંધનીય રહી છે. બાળ સાહિત્યના નિર્માણમાં તેઓએ ઘણું પ્રદાન કરેલ છે તથા અનેક બાળગીતો વિવિધ સામયિકો અને પુસ્તકોમાં પણ પસંદગી પામ્યા છે. તેમનો બાળ કાવ્ય સંગ્રહ “કલબલ કલબલિયા” બાળકોના બાળ સાહિત્ય માટે તેમના પ્રદાનનું ઉદાહરણ છે.આ અગાઉ પણ તેમને જિલ્લા કક્ષાના શ્રેષ્ઠ શિક્ષકનો એવોર્ડ, પૂજ્ય મોરારીબાપુ દ્વારા ચિત્રકૂટ એવોર્ડ સહિત અનેક સન્માન પ્રાપ્ત થયા છે. ૨૩ વર્ષની તેમની શિક્ષક અને સી.આર.સી કોર્ડીનેટર તરીકેની કામગીરી દરમિયાન તેમની પાસે ભણેલા અનેક વિદ્યાર્થીઓ ઉચ્ચ કક્ષાએ સારી કારકિર્દી બનાવેલ છે.

રિપોર્ટર : અનિરૂધસિંહ બાબરીયા – કેશોદ

16
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો
error: Content is protected !!

જિલ્લા

શહેર પસંદ કરો