૭૦૦થી વધુ સંસ્થાઓ વચ્ચે સેવા રૂરલની પસંદગી, સિકલ સેલની શ્રેષ્ઠ કામગીરીને મળ્યું વૈશ્વિક સન્માન

સિકલ સેલની સારવારમાં સેવા રૂરલની ઐતિહાસિક સિદ્ધિ — BMJ સાઉથ એશિયા એવોર્ડ-2026થી સન્માન

 

 

આદિવાસી વિસ્તારોમાં સિકલ સેલ રોગ સામેની લડતમાં વર્ષોથી નિષ્ઠાપૂર્વક સેવા આપતી સેવા રૂરલ માટે ગૌરવની વધુ એક ક્ષણ સામે આવી છે.વિશ્વ પ્રસિદ્ધ મેડિકલ જર્નલ બ્રિટિશ મેડિકલ જર્નલ — BMJ દ્વારા સિકલ સેલ રોગમાં ઉત્તમ સગર્ભા સંભાળ માટે સેવા રૂરલને પ્રતિષ્ઠિત BMJ સાઉથ એશિયા એવોર્ડ-2026ના વિજેતા તરીકે પસંદ કરવામાં આવી છે.૫ સપ્ટેમ્બર, ૨૦૨૬ના રોજ દિલ્હીમાં આ એવોર્ડની જાહેરાત કરવામાં આવી હતી.મેડિકલ ક્ષેત્રનો આ પ્રતિષ્ઠિત એવોર્ડ જાણે મેડિસિનનો ઓસ્કાર ગણાય છે.દક્ષિણ એશિયા ક્ષેત્રની ૭૦૦થી વધુ સંસ્થાઓમાંથી સેવા રૂરલની પસંદગી થવી, માત્ર સંસ્થા માટે નહીં પરંતુ ગુજરાતના આદિવાસી વિસ્તારોમાં આરોગ્ય સેવા માટે પણ ગૌરવની વાત છે.છેલ્લા દસ વર્ષમાં સેવા રૂરલ દ્વારા અપનાવવામાં આવેલા સરળ અને અસરકારક તબીબી ઉપાયોના પરિણામે આદિવાસી વિસ્તારોમાં સિકલ સેલને કારણે થતા માતા મૃત્યુમાં ૫૦ ટકા, જ્યારે મૃતજન્મના પ્રમાણમાં ૬૭ ટકા જેટલો નોંધપાત્ર સુધારો નોંધાયો છે.આ આંકડા માત્ર આંકડા નથી…આ અનેક માતાઓના જીવન બચ્યાની કહાની છે,

અને અનેક પરિવારોના ચહેરા પર ફરી સ્મિત લાવવાની કહાની છે.

સિકલ સેલ સામેની આ સફળતા માટે સેવા રૂરલની સમગ્ર ટીમને દિલથી સલામ અને અભિનંદન.

અને હવે સેવા રૂરલનો પ્રયાસ માત્ર પોતાના વિસ્તાર પૂરતો સીમિત નહીં રહે.અન્ય વિસ્તારોમાં પણ માતા મૃત્યુ ઘટાડવા માટે કાર્યરત સંસ્થાઓને સિકલ સેલમાં માતા મૃત્યુ ઘટાડવા માટે જરૂરી ટેકો અને તાલીમ આપવાનું આયોજન કરવામાં આવી રહ્યું છે.

ઈરફાન ખત્રી

રાજપારડી

16
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો
error: Content is protected !!

જિલ્લા

શહેર પસંદ કરો