અરવલ્લી : મેઢાસણના ગાગર તળાવ કિનારે ગંગા આરતીથી હરિદ્વારની ઝાંખી,1008 મહા આરતીનો દિવ્ય નજારો

અરવલ્લી

અહેવાલ- હિતેન્દ્ર પટેલ

અરવલ્લી : મેઢાસણના ગાગર તળાવ કિનારે ગંગા આરતીથી હરિદ્વારની ઝાંખી,1008 મહા આરતીનો દિવ્ય નજારો 

*સંતો મહંતોની ઉપસ્થિતિમાં સમગ્ર ગામ શિવ ભક્તિમાં લીન નો અદભૂત અલૌકિક નજારો,

*દેશ-વિદેશમાં વસવાટ કરતા ગામના લોકો ગંગા આરતીમાં સહભાગી બનવા વતનમાં પહોંચી ભક્તિમય બન્યા*

પવિત્ર શ્રાવણ શ્રાવણ માસ એટલે ભગવાન ભોળેનાથની આરાધના, ભક્તિ અને આધ્યાત્મિક ઊર્જાનો પવિત્ર અવસર. આ પાવન શ્રાવણ માસ દરમિયાન મેઢાસણના ઐતિહાસિક શ્રી રામેશ્વર મહાદેવ મંદિરમાં દર વર્ષની પરંપરા મુજબ વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે રવિવારે મંદિર પરિસરમાં 1008 મહા આરતી અને ગાગર તળાવ કિનારે ભવ્ય ગંગા આરતી યોજાતા મોટી સંખ્યામાં શિવ ભક્તો ઉમટી પડ્યા હતા મંદિર પરિસર અને ગાગર તળાવ રોશનીથી અને ભવ્ય આતશબાજીથી ઝળહળી ઉઠ્યું હતું

ઉત્તર ગુજરાતમાં સતત બીજા વર્ષે મેઢાસણ ગામમાં આવેલા સુપ્રસિદ્ધ શ્રી રામેશ્વર મહાદેવ મંદિર ટ્રસ્ટ દ્વારા ગાગર તળાવ કિનારે બનારસના પંડિતો દ્વારા ભવ્યતાભવ્ય ગંગા આરતી કરવામાં આવતા હજ્જારો ભક્તો મંત્રમુગ્ધ બન્યા હતા ગાગર તળાવમાં થ્રીડી લાઈટિંગ વાળી મહાદેવ શિવજીની પ્રતિમાએ અનોખું આકર્ષણ ઉભું કર્યું હતું ગંગાના પવિત્ર જળ, શિવ આરાધના, મંત્રોચ્ચાર અને આરતીના દિવ્ય નાદ વચ્ચે સમગ્ર વાતાવરણ જાણે કાશીના ઘાટોની આધ્યાત્મિક અનુભૂતિ કરાવી હતી ગંગા આરતીમાં ભક્તો શિવ ભક્તિમાં ઝૂમી ઉઠ્યા હતા મંદિર પરિસરમાં યોજાયેલ 1008 મહા આરતીમાં સંતો મહંતો,ગ્રામજનો અને દસથી વધુ ગામના શિવભક્તો સહભાગી બન્યા હતા મહા આરતીમાં હજારો દીવડાઓનો પ્રકાશ, ધૂપ-દીપની સુગંધ અને ‘હર હર મહાદેવ’ના જયઘોષ વચ્ચે રામેશ્વર મહાદેવ મંદિર પરિસર ભક્તિના રંગે રંગાઈ ગયું હતું

શ્રાવણના પવિત્ર મહિનામાં મહાદેવની આરાધના સાથે ગંગા આરતી અને 1008 મહા આરતીનો ત્રિવેણી સંગમ ભક્તો માટે અદ્વિતીય ધાર્મિક અનુભવ બની રહ્યો હતો આ ધાર્મિક પ્રસંગે અનંત વિભૂષિત શ્રી શ્રી 1008 જગતગુરુ ગંગાગીરી પીઠાધીશ્વર શ્રી મહેન્દ્રાનંદ ગીરીજી મહારાજ (શ્રી પંચ દશનામ જૂના અખાડા) સહિત સંતો-મહંતો અને ધાર્મિક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા ગંગા આરતી અને 1008 મહા આરતીથી નયનરમ્ય નજારો જોવા મળ્યો હતો શ્રી રામેશ્વર મહાદેવ યુવક મંડળ દ્વારા અલૌકિક અનુભૂતિ કરાવતી ગંગા આરતી અને મહા આરતીના અદ્રિતીય આયોજન માટે ભારે જહેમત ઉઠાવી હતી શિવભક્તો પ્રસાદ ગ્રહણ કરી કાર્યક્રમની પૂર્ણાહુતિ કરી

20
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો
error: Content is protected !!

જિલ્લા

શહેર પસંદ કરો