અરવલ્લી
અહેવાલ – હિતેન્દ્ર પટેલ
મેઘરજ – શ્રાવણના અંતિમ સોમવારે નિલકંઠ મહાદેવ મંદિરે ભક્તોની ભારે ભીડ

શ્રાવણ માસના અંતિમ સોમવારના પાવન અવસરે શિવાલયોમાં ભક્તોનું ઘોડાપૂર ઉમટી પડ્યું હતું. વહેલી સવારથી જ વિવિધ શિવમંદિરોમાં ભક્તોની લાંબી કતારો જોવા મળી હતી અને સમગ્ર વાતાવરણ ‘હર હર મહાદેવ’ના નાદથી ગુંજી ઉઠ્યું હતું.ગુજરાત અને રાજસ્થાનની સરહદે આવેલા પવિત્ર નિલકંઠ મહાદેવ મંદિર ખાતે પણ સવારથી જ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ દર્શન માટે પહોંચ્યા હતા. ભક્તોએ ભગવાન ભોળાનાથને જળાભિષેક કરી બીલીપત્ર અર્પણ કરી પૂજા-અર્ચના કરી હતી.શ્રાવણના અંતિમ સોમવારને લઈ મંદિર પરિસરમાં ભક્તિમય માહોલ જોવા મળ્યો હતો. ‘હર હર મહાદેવ’ અને ‘બમ બમ ભોલે’ના જયઘોષથી સમગ્ર મંદિર પરિસર ગુંજી ઉઠ્યું હતું.








