તા.૦૭૦૯૨૦૨૬
વાત્સલ્યમ્ સમાચાર
અજય સાંસી દાહોદ
Dahod:દાહોદ સબ જેલમાં શ્રાવણ માસના પવિત્ર સોમવાર નિમિત્તે બંદીવાનો દ્વારા શિવલિંગ બનાવી પંચામૃતથી અભિષેક કરવામાં આવ્યુ
દર વર્ષની પરંપરા મુજબ, આ વર્ષે પણ શ્રાવણ માસના અંતિમ સોમવારે જેલના બંદીવાનોએ માટી, ગૌમૂત્ર અને ગાયના છાણના પવિત્ર મિશ્રણમાંથી ભવ્ય શિવલિંગ તૈયાર કર્યું હતું. શિવલિંગની સ્થાપના બાદ તમામ બંદીવાનોએ એકત્રિત થઈને પંચામૃતથી ભક્તિભાવપૂર્વક અભિષેક કર્યો હતો
ત્યારબાદ જેલ પરિસરમાં ભજન, પૂજા-અર્ચના અને મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં બંદીવાનો જોડાયા હતા. ધાર્મિક વિધિ પૂર્ણ થયા બાદ શિવલિંગનું સન્માનપૂર્વક વિસર્જન કરવામાં આવ્યું હતું. આ ધાર્મિક મહોત્સવને કારણે જેલના બંદીવાનોમાં ભારે ઉત્સાહ અને ભક્તિમય માહોલ જોવા મળ્યો હતો.