JODIYA :જોડિયા નજીક દરિયાકિનારેથી પુરુષની કોહવાયેલી હાલતમાં અજાણી લાશ મળી: વારસદારોની શોધખોળ
રીપોર્ટ લલિતભાઈ નિમાવત બાલભા
જોડિયા તાલુકાના (બાલભા) વિસ્તારમાં આવેલ ચોગલે કંપનીના દરિયાકાંઠા વિસ્તારમાંથી એક અજાણ્યા પુરુષનો મૃતદેહ મળી આવતાં ચકચાર મચી જવા પામી છે. દરિયાઈ ભરતીના પાણીમાં તણાઈને કાંઠે આવેલો આ મૃતદેહ ખૂબ જ કોહવાયેલી અને ઓળખી ન શકાય તેવી હાલતમાં મળી આવ્યો છે.

મળતી માહિતી મુજબ, કંપનીના દરિયાકાંઠા વિસ્તારમાં આવેલા N3 વિભાગના પાળા નજીકથી આ લાશ મળી આવી હતી. દરિયાના પાણી સાથે તણાઈને આવેલ મૃતદેહ સંપૂર્ણપણે કોહવાઈ ગયેલ હોય, તેની ઓળખ છતી થઈ શકી નથી.મૃતકનું વર્ણન: જાતિ: પુરુષ કપડાં: રાખોડી (ગ્રે) કલરનું ટી-શર્ટ અને બ્લુ કલરનું પેન્ટ આ અંગે જોડિયા પોલીસ સ્ટેશન દ્વારા મૃતકની ઓળખ મેળવવા માટે તજવીજ હાથ ધરવામાં આવી છે. જો કોઈ નાગરિક પાસે આ વર્ણન ધરાવતી ગુમશુદા વ્યક્તિ અંગેની માહિતી હોય, તો તાત્કાલિક જોડિયા પોલીસ સ્ટેશનના મોબાઈલ નંબર 6359627811 પર સંપર્ક કરવા જણાવાયું છે.







