​આંકલાવની કંપનીને પ્રદૂષણના હોબાળા બાદ હેરાનગતિ ન કરવાના બદલામાં પીઆઇ 40 હજારની લાંચ લેતા પકડાયા

તસ્વીર: કુંજન પાટણવાડીયા

  • આણંદ એસીબીએ પોલીસ સ્ટેશનમાં જ છટકું ગોઠવી પીઆઇ વનારને ૪૦ હજારની લાંચ લેતા ઝડપી લીધા

આંકલાવ તાલુકાના ખડોલ સ્થિત ફેક્ટરીના સંચાલકને હોબાળા બાદ હેરાનગતિ ન કરવા સારૂં આંકલાવ પોલીસ સ્ટેશનના પીઆઇએ લાંચ માંગી હતી. જે અંતર્ગત ગુરૂવારે સાંજે રૂપિયા 40 હજારની લાંચ લેતા આણંદ એસીબીએ પોલીસ સ્ટેશનમાં જ રંગેહાથ ઝડપી પાડ્યા હતા.

આંકલાવ પોલીસ સ્ટેશનમાં ગત જૂનમાં પીઆઇ તરીકે રાજદિપસિંહ વનારને પોલીસ સ્ટેશનનો ચાર્જ સોંપાયો હતો. ચાર્જ સોંપવામાં આવ્યો તે વેળાએ ખડોલ (હ)માં કેમિકલ ફેક્ટરીની ઓઈલ ટેન્ક લિકેજ થતાં બંધ કરવાની ઉગ્ર માંગ ગ્રામજનો દ્વારા કરવામાં આવી હતી. જે અંતર્ગત ગ્રામજનોએ હોબાળો મચાવ્યો હતો અને કેમિકલયુક્ત ધુમાડા અને પ્રદૂષિત પાણીથી આસપાસના ખેતી પાકોને પણ નુકસાન થતું હોઈ બંધ કરવા માંગ કરાઈ હતી. આ મામલે કરણી સેનાના અધિકારીઓએ પણ આ મામલે ઝંપલાવ્યું હતું. આ મામલે વારેઘડીએ ફરિયાદો ઉઠી હોય પોલીસ દ્વારા કોઈ કનડગત નહીં કરવા સારૂં પીઆઇ રાજદિપસિંહ વનારે ફરિયાદી પાસેથી રૂપિયા 40 હજારની લાંચ માંગી હતી.

57
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો
error: Content is protected !!

જિલ્લા

શહેર પસંદ કરો