મોડાસા – લીંભોઈ દુધ ડેરીમાં દુધના ફેટ મુદ્દે વિવાદ, સેક્રેટરી સાથે ગાળાગાળી અને ધમકીનો આક્ષેપ

અરવલ્લી

અહેવાલ – હિતેન્દ્ર પટેલ

મોડાસા – લીંભોઈ દુધ ડેરીમાં દુધના ફેટ મુદ્દે વિવાદ, સેક્રેટરી સાથે ગાળાગાળી અને ધમકીનો આક્ષેપ

અરવલ્લી જિલ્લાના મોડાસા તાલુકાના લીંભોઈ ગામે દુધ ડેરીમાં દુધના ફેટ ઓછા આવવાના મુદ્દે વિવાદ સર્જાતા ડેરીના સેક્રેટરી સાથે ગાળાગાળી, ઝપાઝપી અને જાનથી મારી નાખવાની ધમકી આપ્યાનો બનાવ સામે આવ્યો છે.

ફરિયાદ મુજબ, લીંભોઈ દુધ ઉત્પાદક સહકારી મંડળીના સેક્રેટરી રાજેશકુમાર સોમાલાલ ત્રિવેદી ગત તા. 4 સપ્ટેમ્બરના રોજ સાંજના સમયે ડેરીમાં પોતાની ફરજ પર હાજર હતા અને દુધ ભરાવવાની કામગીરી ચાલી રહી હતી. તે દરમિયાન ગામના જ જસપાલસિંહ વિનુસિંહ રાઠોડ દુધ ભરાવવા આવ્યા હતા.

જસપાલસિંહે પોતાના દુધના ફેટ કેમ ઓછા આવે છે તે મુદ્દે સેક્રેટરી સાથે બોલાચાલી કરી ગાળાગાળી શરૂ કરી હોવાનો ફરિયાદમાં આક્ષેપ કરવામાં આવ્યો છે. ફરિયાદી ઝઘડો ટાળવા માટે ઓફિસમાં ગયા ત્યારે આરોપી તેમની પાછળ ઓફિસમાં પહોંચી જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાનો પણ આક્ષેપ છે.ત્યારબાદ જસપાલસિંહની પત્ની જ્યોત્સનાબેન પણ ત્યાં આવી પહોંચ્યા હતા અને ગાળાગાળી કરી ડેરીમાં ફેટ કાઢવાનું મશીન ટેબલ પરથી નીચે પાડી નુકસાન પહોંચાડ્યું હોવાનો ફરિયાદમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે. મશીનમાં ગડબડ કરી ખોટા ફેટ કાઢી લોકોને છેતરવામાં આવતા હોવાના આક્ષેપ સાથે ભવિષ્યમાં દુધના ફેટ ઓછા આવશે તો ગંભીર પરિણામ ભોગવવાની ધમકી આપવામાં આવી હોવાનો પણ દાવો કરાયો છે.

બનાવ દરમિયાન ફરિયાદીના પુત્ર હર્ષભાઈ પોતાના પિતાને બી.પી.ની દવા આપવા ડેરી પર આવ્યા હતા. ત્યારે તેમની સાથે પણ ઝઘડો, ઝપાઝપી અને મારામારી કરી જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હોવાનો ફરિયાદમાં આક્ષેપ કરવામાં આવ્યો છે.બનાવ અંગે ડેરી કમિટીના સભ્યો સાથે ચર્ચા કર્યા બાદ રાજેશકુમાર ત્રિવેદીએ જસપાલસિંહ વિનુસિંહ રાઠોડ અને તેમની પત્ની જ્યોત્સનાબેન વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા ફરિયાદ નોંધાવી છે. સમગ્ર મામલે પોલીસ દ્વારા આગળની તપાસ હાથ ધરવામાં આવી છે.

20
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો
error: Content is protected !!

જિલ્લા

શહેર પસંદ કરો