તા.૦૭.૦૯.૨૦૨૬
વાત્સલ્યમ્ સમાચાર
અજય સાંસી દાહોદ
Dahod:દાહોદમાં શ્રીજીના આગમન ટાણે આખલાઓનો આતંક બે આખલા બાખડતા નાસભાગ મચી, 7થી 8 શ્રદ્ધાળુઓ ઇજાગ્રસ્ત
દાહોદ શહેરમાં ગણેશ ઉત્સવના પ્રારંભ પૂર્વે જ એક ચિંતાજનક ઘટના સામે આવી છે. શહેરના APMC માર્કેટ ગેટ નજીક જ્યારે કાલીયા ઠાકર ગણપતિના આગમનની ભવ્ય યાત્રા નીકળી રહી હતી, ત્યારે અચાનક બે આખલાઓ પરસ્પર બાખડી પડ્યા હતા. ગણેશ આગમનના ઉત્સાહ વચ્ચે અચાનક આખલાઓ વચ્ચે યુદ્ધ છેડાતા શ્રદ્ધાળુઓમાં ભારે નાસભાગ અને અફરાતફરી મચી ગઈ હતી આખલાઓના આતંક અને અચાનક મચેલી દોડધામના કારણે 7થી 8 જેટલા લોકો ઇજાગ્રસ્ત થયા હોવાના અહેવાલ છે. ઘટનાને પગલે સ્થાનિક લોકો અને મંડળના સભ્યો દ્વારા તમામ ઇજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. તહેવારના માહોલ વચ્ચે બનેલી આ ઘટનાને કારણે સ્થાનિક રહીશો અને ગણેશ ભક્તોમાં વહીવટી તંત્ર સામે રોષ અને ભયનો માહોલ જોવા મળી રહ્યો છે.







