ગરબાડાના ગુંગરડીમાં ઝેરી કોબ્રાનો આતંક મરઘીને ડંખ મારી ઈંડા ગળી ગયો, પરિવારનો આબાદ બચાવ

તા.૦૭.૦૯.૨૦૨૬

વાત્સલ્યમ્ સમાચાર

અજય સાંસી દાહોદ

Garbada:ગરબાડાના ગુંગરડીમાં ઝેરી કોબ્રાનો આતંક મરઘીને ડંખ મારી ઈંડા ગળી ગયો, પરિવારનો આબાદ બચાવ

ગરબાડા તાલુકાના ગુંગરડી ગામમાં એક રહેણાંક મકાનમાં ઝેરી કોબ્રા સાપ ઘૂસી આવતા સમગ્ર પરિવારમાં ફફડાટ વ્યાપી ગયો હતો. આ ઘટના દરમિયાન ઝેરી કોબ્રાએ ઘરમાં આતંક મચાવતા મરઘીને મોતના ઘાટ ઉતારી દીધી હતી, જોકે પરિવારની સમયસૂચકતાને કારણે મોટો અનર્થ ટળ્યો હતો અને તમામ સભ્યોનો આબાદ બચાવ થયો હતો. ગુંગરડી ગામમાં આવેલા એક મકાનમાં અચાનક એક મોટો અને અત્યંત ઝેરી કોબ્રા સાપ ઘૂસી આવ્યો હતો. ઘરમાં સાપ દેખાતા જ પરિવારના સભ્યો ભયભીત થઈ ગયા હતા. આ દરમિયાન હિંસક બનેલા કોબ્રાએ ઘરમાં રાખેલી મરઘી પર હુમલો કરી તેને ડંખ માર્યો હતો, જેના કારણે મરઘીનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. મરઘીનો શિકાર કર્યા બાદ આ કોબ્રા તેની નજીક પડેલા મરઘીના ઈંડા પણ ગળી ગયો હતો.ઘરના સભ્યોએ તાત્કાલિક સમજદારી દાખવી સાપથી અંતર જાળવી રાખ્યું હતું અને તાબડતોબ ‘ઓલ એનિમલ રેસ્ક્યુ ટીમ’ (All Animal Rescue Team) ને આ અંગે જાણ કરી હતી. ઘટનાની ગંભીરતાને જોઈ રેસ્ક્યુ ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવી હતી. ટીમના સભ્યોએ ભારે જહેમત બાદ ઘરના ખૂણામાં છુપાયેલા ઝેરી કોબ્રાને સલામત રીતે પાંજરે પૂર્યો (રેસ્ક્યુ કર્યો) હતો. સાપ પકડાયા બાદ પરિવારે હાશકારો અનુભવ્યો હતો. રેસ્ક્યુ ટીમ દ્વારા બાદમાં કોબ્રાને માનવ વસ્તીથી દૂર સુરક્ષિત જંગલ વિસ્તારમાં મુક્ત કરવામાં આવ્યો હતો.પરિવારની સમયસૂચકતા અને વન્યજીવ પ્રેમીઓની ત્વરિત કામગીરીને કારણે કોઈ મોટી જાનહાનિ થઈ ન હતી, જેની ગ્રામજનોમાં ભારે પ્રશંસા થઈ રહી છે

20
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો
error: Content is protected !!

જિલ્લા

શહેર પસંદ કરો