8 સપ્ટેમ્બર જીતેશ જોષી પાલનપુર બનાસકાંઠા
સર્વપલ્લી રાધાકૃષ્ણનજી ના જન્મજયંતિ નિમિત્તે જી.ડી મોદી કોલેજ ઑફ આર્ટ્સ પાલનપુર ખાતે’શિક્ષક દિન’ ની ઉત્સાહભેર ભવ્ય ઉજવણી 7/9/2026 ના રોજ કરવામાં આવી હતી.
કાર્યક્રમની શરૂઆત પ્રાર્થના થી શિફા મીર એ કરી હતી. ત્યારબાદ કોલેજના પ્રોફેસરો અને વિદ્યાર્થીઓ દ્વારા ગુરુ-શિષ્ય પરંપરા અને શિક્ષણ ક્ષેત્રે શિક્ષકના યોગદાન પર પોતાના વિચારો રજૂ કરવામાં આવ્યા હતા.આજના દિવસે ઉત્સાહી વિદ્યાર્થીઓ એ સ્વયં-શિક્ષણ અંતર્ગત વર્ગખંડોમાં પ્રોફેસર અને વહીવટી સ્ટાફ તરીકેની ભૂમિકા ભજવીને શિક્ષણ કાર્યનો અનુભવ મેળવ્યો હતો. આચાર્યશ્રી દ્વારા આજના શિક્ષક દિન નિમિત્તે ભાગ લીધેલ તમામ અધ્યાપકો નું સન્માનપત્ર થી બહુમાન કરવામાં આવ્યું હતું. પોતાના સંબોધનમાં આચાર્યશ્રી એ જણાવ્યું હતું કે,”રાષ્ટ્રના નિર્માણમાં અને યુવાધનને યોગ્ય દિશા આપવા માટે શિક્ષકની ભૂમિકા પાયાની છે.”કાર્યક્રમના અંતે વિદ્યાર્થીઓ દ્વારા તમામ પ્રોફેસરો પ્રત્યે આભારની લાગણી વ્યક્ત કરવામાં આવી હતી.આજ ના પ્રિ .ની ભૂમિકા કુ. કિંજલ જોશીએ અને વાઇસ પ્રિન્સીપાલ ની હિમાંશુ આહુજાએ નિભાવી હતી. અને સ્પીચ જયેશ રાવલે આપી તેમજ આજનો પ્રતિભાવ બિનલ રાઠોડે આપ્યો અને આભાર વિધી મિત્તલ જુડાલ એ કર્યો હતો.આજનું સુંદર સંચાલન ટ્વિંકલબા એ કર્યું હતું. સમગ્ર કાર્યક્રમનું આયોજન પ્રિન્સિપાલશ્રી ડૉ .સુરેશભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ સાંસ્કૃતિક વિભાગ દ્વારા કરવામાં આવ્યું હતું.











