HALVAD:હળવદ સબ પોસ્ટ ઓફિસમાં ગંભીર કૌભાંડ: જોઈન્ટ એકાઉન્ટમાં યુવકની બોગસ સહી કરી મોબાઈલ નંબર બદલનાર મહિલા સામે ગુનો દાખલ

HALVAD:હળવદ સબ પોસ્ટ ઓફિસમાં ગંભીર કૌભાંડ: જોઈન્ટ એકાઉન્ટમાં યુવકની બોગસ સહી કરી મોબાઈલ નંબર બદલનાર મહિલા સામે ગુનો દાખલ

હળવદની સબ પોસ્ટ ઓફિસમાં આવેલ એક જોઈન્ટ બચત ખાતામાંથી મૂળ ખાતેદારની જાણ બહાર ખોટી સહી કરી પોતાનો મોબાઈલ નંબર અપડેટ કરાવી લેવાનું ગંભીર કૌભાંડ સામે આવ્યું છે. રાજકોટના એક યુવકની નકલી સહીવાળા ફોર્મનો ખરા તરીકે ઉપયોગ કરી ઠગાઈ આચરવા બદલ મહિલા સામે હળવદ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો છે.

મળતી માહિતી મુજબ, રાજકોટના વસુંધરા કેનાલ રોડ પર રહેતા અને અભ્યાસ કરતા પાર્થ અનીલભાઈ માનસેતા (ઉ.વ. ૨૮) નામના યુવકે હળવદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં જણાવ્યા અનુસાર, ફરિયાદી પાર્થ અને હળવદના રહીશ નયનાબેન માણેકલાલ મેઢાનું હળવદ સબ પોસ્ટ ઓફિસ ખાતે જોઈન્ટ બચત ખાતું આવેલું છે.

આ ખાતામાં અગાઉ ફરિયાદી પાર્થ માનસેતાનો મોબાઈલ નંબર અપડેટ થયેલો હતો. પરંતુ, આરોપી નયનાબેન મેઢાએ ફરિયાદીની જાણ બહાર તેમનો નંબર હટાવી પોતાનો મોબાઈલ નંબર અપડેટ કરાવવા માટે પોસ્ટ ઓફિસમાં એક ફોર્મ રજૂ કર્યું હતું. આ ફોર્મમાં ફરિયાદી પાર્થની બોગસ (ખોટી) સહી કરવામાં આવી હતી.

આરોપી મહિલાએ ફોર્મમાં સહી ખોટી હોવાનું જાણવા છતાં તેનો સબ પોસ્ટ ઓફિસમાં ખરા તરીકે ઉપયોગ કરી ઠગાઈ આચરી હતી. આ સમગ્ર બાબત પ્રકાશમાં આવતા જ પાર્થ માનસેતાએ હળવદ પોલીસ મથકે નયનાબેન સામે ફરિયાદ નોંધાવી છે. પોલીસે ફરિયાદના આધારે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

23
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો
error: Content is protected !!

જિલ્લા

શહેર પસંદ કરો