અરવલ્લી
અહેવાલ- હિતેન્દ્રપટેલ
મેઘરજ – WhatsApp પર APK ફાઇલ મોકલી 67 વર્ષીય નિવૃત્ત નાયબ કલેક્ટર સાથે ₹ 55,998ની સાયબર છેતરપિંડીનો આક્ષેપ – મોબાઈલ ફોર્મેટ માર્યા બાદ સમગ્ર ઘટના સામે આવી

મેઘરજ તાલુકાના પાદરમહુડી ગામે રહેતા નિવૃત્ત નાયબ કલેક્ટર સાથે સાયબર ફ્રોડનો ગંભીર બનાવ સામે આવ્યો છે. ફરિયાદ મુજબ અજાણ્યા મોબાઇલ નંબર પરથી WhatsApp પર મોકલાયેલી APK ફાઇલ ઓપન કર્યા બાદ મોબાઇલમાં સમસ્યા સર્જાઈ અને ત્યારબાદ બે અલગ-અલગ બેંક ખાતામાંથી કુલ ₹ 55,998ની રકમ અજાણ્યા ખાતામાં ટ્રાન્સફર થઈ ગઈ હતી.
ફરિયાદમાં જણાવ્યા મુજબ, પાદરમહુડી ગામે રહેતા 67 વર્ષીય દિનેશકુમાર જીવાભાઈ બરંડા વર્ષ 2016માં વડોદરાથી નાયબ કલેક્ટરના હોદ્દા પરથી નિવૃત્ત થયા હતા અને હાલ ખેતી કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. તેઓ Samsung Galaxy SM-M556B/DS મોડલનો મોબાઇલ ફોન વાપરે છે તેમજ SBI અને Bank of Barodaમાં બેંક ખાતા ધરાવે છે.અજાણ્યા નંબર પરથી APK ફાઇલ આવી
ફરિયાદી મુજબ તા. 27 ઓગસ્ટ 2026ના રોજ સાંજના આશરે છ વાગ્યાના સમયે તેઓ ઘરે મોબાઇલ ફોન જોઈ રહ્યા હતા. દરમિયાન તેમના WhatsApp પર અજાણ્યા મોબાઇલ નંબર પરથી એક APK ફાઇલ આવી હતી. ફરિયાદમાં જણાવ્યા પ્રમાણે તેમણે આ ફાઇલ ઓપન કરી હતી.
ત્યારબાદ તા. 30 ઓગસ્ટે મોડાસાના કુમકુમ પાર્ટી પ્લોટ નજીક આવેલા પેટ્રોલ પંપ પર પેટ્રોલ ભરાવ્યા બાદ ઓનલાઇન પેમેન્ટ કરવા માટે Google Pay ખોલવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ Google Pay એપ્લિકેશન ઓપન થઈ ન હતી. મોબાઇલમાં ટેકનિકલ ખામી હોવાનું માની તેમણે પેટ્રોલના નાણાં માટે ચેક આપ્યો હતો.મોબાઇલ ફોર્મેટ કરાવ્યા બાદ સામે આવ્યું રહસ્ય ત્યારબાદ તા. 2 સપ્ટેમ્બરે ફરિયાદી મોડાસા ખાતેની ગોપી કોમ્યુનિકેશન નામની દુકાને મોબાઇલ લઈને ગયા હતા. Google Payમાં ટ્રાન્જેક્શન ન થતું હોવાનું જણાવતાં દુકાનદારે મોબાઇલમાં સમસ્યા હોવાનું જણાવી ડેટા ફોર્મેટ કરવાની સલાહ આપી હતી.
ફરિયાદ મુજબ મોબાઇલનો ડેટા કોપી કરીને ફોન ફોર્મેટ કરવામાં આવ્યો હતો અને ત્યારબાદ Google Pay ફરીથી ઇન્સ્ટોલ કરી આપવામાં આવ્યું હતું. ફરિયાદીએ SBI તથા બીજા એકાઉન્ટમાંથી એક-એક રૂપિયાનું ટ્રાન્જેક્શન કરી તપાસ કરતાં Google Pay ફરીથી કાર્યરત થઈ ગયું હતું.
બેંક સ્ટેટમેન્ટ તપાસતા ₹ 55,998ની છેતરપિંડી
પરંતુ તા. 5 સપ્ટેમ્બરે ફરિયાદીએ પોતાના SBI એકાઉન્ટનું બેલેન્સ ચેક કરતાં રકમ ઓછી હોવાનું જણાયું હતું. તેઓ મોડાસા ખાતે SBI બેંકમાં ગયા અને સ્ટેટમેન્ટ તપાસ્યું હતું.
સ્ટેટમેન્ટ મુજબ તેમના SBI ખાતામાંથી:. ₹ 18,999 ટ્રાન્જેક્શન ID 214176184910 મારફતે
₹ 24,999 ટ્રાન્જેક્શન ID 214176177457 મારફતે
જ્યારે Bank of Barodaના ખાતામાંથી:
₹ 12,000 ટ્રાન્જેક્શન ID 214176190950 મારફતે
રકમ ઉપાડવામાં આવી હોવાનું સામે આવ્યું હતું.
આમ, બંને બેંક ખાતામાંથી કુલ ₹55,998ની રકમ ખાતા નંબર 44807659244, IFSC Code SBIN0001414માં અલગ-અલગ સમયે ઓનલાઇન ટ્રાન્સફર કરવામાં આવી હોવાનું ફરિયાદમાં જણાવાયું છે.
પોતાની સાથે સાયબર છેતરપિંડી થયાનું જાણવા મળતાં ફરિયાદીએ તાત્કાલિક સાયબર ક્રાઇમ હેલ્પલાઇન 1930 પર સંપર્ક કર્યો હતો. ફરિયાદનો Acknowledgement No. 31109260211014 હોવાનું જણાવાયું છે.
આ મામલે Zero FIR No. 11188013260638 નોંધાવવામાં આવી હોવાનું ફરિયાદમાં ઉલ્લેખ છે.
BNS અને IT Act હેઠળ કાર્યવાહી.ફરિયાદના આધારે આરોપી વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતા, 2023ની કલમ 318(4) તથા Information Technology Amendment Act, 2008ની કલમ 66(C) અને 66(D) હેઠળ ગુનો નોંધવા અને તપાસ કરવા ફરિયાદ કરવામાં આવી છે.ફરિયાદમાં આરોપ મૂકવામાં આવ્યો છે કે અજાણ્યા મોબાઇલ નંબર પરથી APK ફાઇલ મોકલી મોબાઇલ હેક કરી પાસવર્ડ સહિતની માહિતી મેળવી ફરિયાદીની જાણ બહાર બેંક ખાતામાંથી કુલ ₹ 55,998ની રકમ ટ્રાન્સફર કરી છે.










