MORBI:મોરબીમાં યોજાશે અનોખી ‘બાળ મહાનગરપાલિકા’: વિદ્યાર્થીઓ મેયર, કમિશનર બની સામાન્ય સભા ગંજવશે
મોરબી બાળકોમાં લોકશાહી વ્યવસ્થા અને સ્થાનિક સ્વરાજ્યની કામગીરી પ્રત્યે સમજ કેળવાય તેવા પ્રેરણાત્મક હેતુથી મોરબી મહાનગરપાલિકા દ્વારા એક વિશેષ અને અનોખા ‘બાળ મહાનગરપાલિકા’ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમ અંતર્ગત શાળાના વિદ્યાર્થીઓ સાંકેતિક રીતે મહાનગરપાલિકાનું સુકાન સંભાળશે.

શહેરના પ્રશ્નો અને લોકશાહીનું નિદર્શન – આ અનોખી પહલ હેઠળ મોરબીની વિવિધ શાળાઓના વિદ્યાર્થીઓને મેયર, ડેપ્યુટી મેયર, મ્યુનિસિપલ કમિશનર, વિવિધ સમિતિઓના ચેરમેન અને કોર્પોરેટર જેવી મહત્વની જવાબદારીઓ સોંપવામાં આવશે. વિદ્યાર્થીઓ મહાનગરપાલિકાના સભાખંડમાં સામાન્ય સભાની વાસ્તવિક કાર્યવાહીનું પ્રત્યક્ષ નિદર્શન કરશે અને શહેરના વિવિધ પ્રજાકીય પ્રશ્નો પર ચર્ચા-વિચારણા કરી તેના ઉકેલ માટે પોતાના સૂચનો પણ રજૂ કરશે.
કાર્યક્રમની મુખ્ય વિગતો તારીખ: ૯ સપ્ટેમ્બર સૌથી મહત્વનો સમય: સવારે ૧૦:૩૦ કલાકેસ્થળ: મોરબી મહાનગરપાલિકા સભાખંડ આયોજક: રમતગમત શાખા, મોરબી મહાનગરપાલિકા આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય બાળકોમાં નેતૃત્વ, વક્તૃત્વ કળા, નાગરિક ફરજો અને લોકશાહી પ્રક્રિયાનો પ્રત્યક્ષ અનુભવ પૂરો પાડીને તેમનામાં જવાબદાર નાગરિક તરીકેના ગુણો કેળવવાનો છે.









