0%

કાલોલમાં પોષણ જાગૃતિનો સંદેશ: તાલુકા પંચાયત ખાતે પોષ્ટિક વાનગી સ્પર્ધા-2026 સંપન્ન, મોટી સંખ્યામાં આંગણવાડી બહેનો રહી ઉપસ્થિત.

તારીખ ૦૮/૦૯/૨૦૨૬

સાજીદ વાઘેલા કાલોલ 

૨૦૨૬ પોષણ ઉત્સવ અંતર્ગત આઇસીડીએસ કાલોલ ઘટક-૧ અને ઘટક-૨ માં પોષણ માસની ઉજવણી કાલોલ તાલુકા પંચાયતના સભાખંડ ખાતે પોષ્ટિક વાનગી સ્પર્ધાનુ આયોજન કરવામાં આવ્યુ હતું.પોષણ માસની ઉજવણી દરમિયાન આઈસીડીએસ સ્ટાફ દ્વારા સરકારસશ્રી દ્વારા મળતી યોજનાઓ અંગે માહિતી આપવામાં આવી હતી.આ પોષણ ઉત્સવ ઉજવણીમાં THR અને મિલેટ્સ માંથી બનતી વિવિધ પૌષ્ટિક વાનગી બનાવીને સ્પર્ધા યોજી, આ વાનગી સ્પર્ધામાં પ્રથમ, દ્વિતીય, અને તૃતીય ક્રમે આવેલ વિજેતાઓને પ્રમાણપત્ર વિતરણ કરવામાં આવ્યા હતાં.અંત્રે ઉલ્લેખનીય છે કે, પોષણ ઉત્સવ ૨૦૨૬ની ઉજવણી કાલોલ તાલુકાના વિવિધ આંગણવાડી કેન્દ્રો દ્વારા પોષણ માસની ઉજવણી કરવામાં આવી રહી છે. આ ઉજવણીમાં THR અને મિલેટ્સનો ઉપયોગ કરવાથી થતા ફાયદા અને રોજ-બરોજના જીવનમાં કેવી રીતે ઉપયોગ કરવા અંગેની માહિતી આપવામાં આવે છે.આ કાર્યક્રમમાં કાલોલ તાલુકા પંચાયતના પ્રમુખ જયપાલસિંહ રાઠોડ અને ઉપપ્રમુખ સંજયસિંહ રાઠોડ, કાલોલ તાલુકા પંચાયતના ટીડીઓ શીતલબેન પંચાલ, આઇસીડીએસ ના સીડીપીઓ મોનીષાબેન પંચાલ અને વસુમતિબેન ચૌઘરી સહિત આગેવાનો અને આઇસીડીએસ કર્મચારીઓ સહિત મોટીસંખ્યામાં આંગણવાડી વર્કર બહેનો હાજર રહ્યાં હતાં.

62
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

રાજ્યકક્ષાની અંડર-૧૭ સોફ્ટ ટેનિસ સ્પર્ધામાં જિમખાના અંકલેશ્વર ટેનિસ એકેડમીના બે ખેલાડીઓની પસંદગી કરવામાં આવી **** મધ્યપ્રદેશના દેવાસ ખાતે યોજાનારી રાષ્ટ્રીય કક્ષાની SGFI અંડર-૧૭ સોફ્ટ ટેનિસ સ્પર્ધામાં બંને ખેલાડીઓ ગુજરાતનું પ્રતિનિધિત્વ કરશે **** ભરૂચ : શુક્રવાર : SGFI (સ્કૂલ ગેમ્સ ફેડરેશન ઓફ ઇન્ડિયા) રાજ્યકક્ષાની અંડર-૧૭ ભાઈઓની સોફ્ટ ટેનિસ સ્પર્ધામાં જિમખાના અંકલેશ્વર ટેનિસ એકેડમીના બે ખેલાડીઓએ ઉત્કૃષ્ટ પ્રદર્શન કર્યું હતું. જે ઉત્કૃષ્ટ પ્રદર્શન બદલ ગુજરાત રાજ્યની ટીમમાં પસંદગી કરવામાં આવી છે. આ બંને ખેલાડીઓએ જિમખાના અંકલેશ્વર ટેનિસ એકેડમી માટે રમતગમત ક્ષેત્રે વધુ એક ગૌરવપૂર્ણ સિદ્ધિ હાંસલ કરી છે. પસંદગી પામેલા ખેલાડીઓમાં વ્રજ કે. પટેલ અને એરિક કે. પરમારનો સમાવેશ થાય છે. વિશેષ ગૌરવની વાત એ છે કે વ્રજ કે. પટેલની સતત ત્રીજા વર્ષે ગુજરાત રાજ્યની ટીમમાં પસંદગી થઈ છે, જ્યારે એરિક કે. પરમારની સતત બીજા વર્ષે ગુજરાતની ટીમમાં પસંદગી થઈ છે. બંને હોનહાર ખેલાડીઓ હવે મધ્યપ્રદેશના દેવાસ ખાતે યોજાનારી રાષ્ટ્રીય કક્ષાની SGFI અંડર-૧૭ સોફ્ટ ટેનિસ સ્પર્ધામાં ગુજરાત રાજ્યનું પ્રતિનિધિત્વ કરવા જઈ રહ્યા છે. આ બંને વ્રજ કે. પટેલ અને એરિક કે. પરમારની સફળતા પાછળ તેઓની અવિરત મહેનત, નિયમિત અભ્યાસ, રમત પ્રત્યેની લગન, શિસ્ત અને કોચના માર્ગદર્શનનો મહત્વનો ફાળો રહ્યો છે. આ સિદ્ધિ બદલ જિમખાના અંકલેશ્વર ટેનિસ એકેડમીના કોચ, સંચાલકો, ખેલાડીઓ અને વાલીઓમાં આનંદની લાગણી છવાઈ છે. એકેડમી દ્વારા બંને હોનહાર ખેલાડીઓને અભિનંદન પાઠવી રાષ્ટ્રીય કક્ષાએ પણ શ્રેષ્ઠ પ્રદર્શન કરી ગુજરાત રાજ્ય તથા ભરૂચ જિલ્લા વતી અંકલેશ્વરનું નામ રોશન કરે તેવી શુભેચ્છાઓ પાઠવવામાં આવી છે.

Horoscope

Weather

વધુ વાંચો

error: Content is protected !!

જિલ્લા

શહેર પસંદ કરો