રાજપારડીમાં ધૂળની ડમરીઓથી લોકો પરેશાન, રોડ બને ત્યાં સુધી પાણીના છંટકાવની માંગ

રાજપારડીમાં રોડનું કામ બન્યું ધૂળનું કારણ, પાણીના છંટકાવની માંગ

format: 0; filter: null; fileterIntensity: null; filterMask: null; captureOrientation: 90;
runfunc: 0; algolist: 0;
multi-frame: 1;
brp_mask:0;
brp_del_th:null;
brp_del_sen:null;
motionR: null;
delta:1;
bokeh:1;
module: video;hw-remosaic: false;touch: (-1.0, -1.0);sceneMode: null;cct_value: 0;AI_Scene: (-1, -1);aec_lux: 129.0;aec_lux_index: 0;albedo: ;confidence: ;motionLevel: -1;weatherinfo: weather?null, icon:null, weatherInfo:100;temperature: 45;
format: 0; filter: null; fileterIntensity: null; filterMask: null; captureOrientation: 90;
runfunc: 0; algolist: 0;
multi-frame: 1;
brp_mask:0;
brp_del_th:null;
brp_del_sen:null;
motionR: null;
delta:1;
bokeh:1;
module: video;hw-remosaic: false;touch: (-1.0, -1.0);sceneMode: null;cct_value: 0;AI_Scene: (-1, -1);aec_lux: 124.0;aec_lux_index: 0;albedo: ;confidence: ;motionLevel: -1;weatherinfo: weather?null, icon:null, weatherInfo:100;temperature: 41;
 -1;weatherinfo: weather?null, icon:null, weatherInfo:100;temperature: 45;
 0;albed

રાજપારડીમાં હાલ ચાલી રહેલા રોડના કામને કારણે ઊડતી ધૂળથી સ્થાનિકો સહિત વાહનચાલકો અને નાના વેપારીઓ ભારે પરેશાન થઈ રહ્યા છે.

 

રસ્તા પરથી વાહન પસાર થાય એટલે જાણે ધૂળની ડમરીઓ ઊડતી જોવા મળે છે. આ ધૂળ માત્ર રસ્તા પૂરતી સીમિત નથી રહેતી, પરંતુ બાઈક ચાલકો, રાહદારીઓ, રસ્તાની બાજુમાં નાસ્તાની લારીઓ ચલાવતા વેપારીઓ અને આસપાસના રહેવાસીઓને પણ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.

 

ખાસ કરીને બાઈક ચાલકો માટે ઊડતી ધૂળને કારણે રસ્તો જોવામાં મુશ્કેલી સર્જાતી હોવાની ફરિયાદો સામે આવી રહી છે. સાથે જ આંખોમાં ધૂળ જવા અને શ્વાસ લેવામાં તકલીફ જેવી સમસ્યાઓ પણ લોકોને સતાવી રહી છે.

 

બીજી તરફ રોડની બાજુમાં નાસ્તાની લારીઓ ચલાવતા નાના વેપારીઓ પણ ધૂળથી પરેશાન છે. મહેનતથી તૈયાર કરેલા નાસ્તા પર ધૂળ પડતી હોવાથી વેપારીઓને પણ મુશ્કેલી પડી રહી છે.

 

સ્થાનિકોનું કહેવું છે કે તેઓ વિકાસના કામનો વિરોધ કરતા નથી. પરંતુ જ્યાં સુધી રોડનું કામ પૂર્ણ ન થાય ત્યાં સુધી ઊડતી ધૂળને નિયંત્રિત કરવા માટે તંત્ર દ્વારા નિયમિત પાણીનો છંટકાવ કરવામાં આવે તેવી તેમની માંગ છે.

 

સ્થાનિકોના જણાવ્યા મુજબ, દિવસમાં બે થી ત્રણ વખત રોડ પર પાણીનો છંટકાવ કરવામાં આવે તો ધૂળની સમસ્યામાં નોંધપાત્ર ઘટાડો થઈ શકે છે અને વાહનચાલકો તેમજ વેપારીઓને રાહત મળી શકે છે.

 

હવે જોવાનું એ રહેશે કે રાજપારડીમાં લોકોની આ માંગને તંત્ર કેટલા સમયમાં ધ્યાને લે છે અને રોડનું કામ પૂર્ણ થાય ત્યાં સુધી ધૂળની સમસ્યામાંથી રાહત આપવા શું પગલાં લેવામાં આવે છે.

 

વિકાસ જરૂરી છે, પરંતુ વિકાસની સાથે લોકોની સુવિધા અને સલામતીનું ધ્યાન રાખવું પણ એટલું જ જરૂરી છે.

ઈરફાન ખત્રી

રાજપારડી

23
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો
error: Content is protected !!

જિલ્લા

શહેર પસંદ કરો