બ્રિજેશ પટેલ, ભરૂચ
પત્રકાર પ્રતિનિધિ
શ્રી ગણેશ સુગરના સ્થાપક ચેરમેન સ્વ. શ્રીયુત હરિસિંહજી મહિડા સાહેબની ૩૧મી પુણ્યતિથિ નિમિત્તે સંસ્થા ખાતે પ્રાર્થના સભા યોજાઇ હતી. જેમાં વાઇસ ચેરમેન યોગેન્દ્રસિંહ મહિડા, કસ્ટોડિયન કમિટી સભ્ય જીતેન્દ્રસિંહ જાદવ, ચંદનભાઇ વસાવા, મહેન્દ્રભાઈ વસાવા, માજી ડિરેકટર ધર્મેન્દ્રસિંહ મહીડા, ઇ. મેનેજિંગ ડિરેક્ટર અમરસિંહ રણા તથા સભાસદ ખેડૂત મિત્રો, અધિકારી-કર્મચારીગણ સૌ કોઈએ ઉપસ્થિત રહી પૂજ્ય હરિસિંહજી મહિડા સાહેબને પુષ્પાંજલિ અર્પણ કરી શ્રદ્ધા સુમન અર્પણ કર્યા હતા.
વાઇસ ચેરમેન યોગેન્દ્રસિંહ મહીડાએ પૂજ્ય મહિડા સાહેબના કાર્યોને યાદ કરી તેમના જીવન માંથી પ્રેરણા લઈ આપણે સૌ મહીડા સાહેબે રોપેલા આ ગણેશ સુગર રૂપી સોપાનનું નિષ્ઠા અને પ્રમાણિકતા થી જતન કરીએ એવી લાગણી વ્યક્ત કરી હતી. વધુમાં તેમણે ઉમેર્યુ હતું કે સભાસદો, કર્મચારી અને આ સંસ્થા સાથે સંકળાયેલ દરેક વ્યક્તિએ સંસ્થાના વિકાસ માટે ટીમવર્કની ભાવના સાથે કાર્ય કરવા પડશે. સભાસદોને શેરડીના પોષણક્ષમ ભાવ મળે, કર્મચારીઓનું હિત જળવાઈ એ માટે કસ્ટોડિયન કમિટી હંમેશા કાર્યશીલ છે.
માજી ડિરેક્ટર ધર્મેન્દ્રસિંહ મહીડાએ પણ મહીડા સાહેબના જીવનના પ્રસંગોને યાદ કરી “કંઈક કામ કરી જા” ની પંક્તિ ઉચ્ચારી મહીડા સાહેબના જીવનમાંથી શીખ લઈ સત્કાર્યો કરવા સૌને આહ્વાન કરી શ્રદ્ધાંજલિ આપી હતી.










