નહીવત વરસાદ વચ્ચે ઉભા પાક પર તોળાતો ખતરો ખેડૂતો ચિંતાતુર બન્યા
દિયોદર ભારતીય કિસાન સંઘે મામલતદારને આવેદનપત્ર પાઠવ્યું દુષ્કાળ અછતગ્રસ્ત જાહેર કરવાની માંગ

પ્રતિનિધિ – દિયોદર. અહેવાલ કલ્પેશ બારોટ
વાવ થરાદ જિલ્લામાં છેલ્લા એક મહિના થી વરસાદ ખેંચતા ખેડૂતો ચિંતાતુર બન્યા છે જેમાં મગફળી સહિત વિવિધ પાકોમાં નુકશાન થવાની ભીતિ સર્જાતા દિયોદર તાલુકા ભારતીય કિસાન સંઘ દ્વારા બુધવારે મામલતદાર ને આવેદન પત્ર પાઠવી દુષ્કાળગ્રસ્ત જાહેર કરવાની માંગ કરી હતી
દિયોદર સહિત આજુ બાજુ વિસ્તારમાં છેલ્લા એક માસથી વરસાદ ખેંચાતા ધરતીપુત્રો ના જીવ પડી કે બંધાયા છે વરસાદ લંબાતા મોંધા ભાવના બિયારણો દવાઓ ખેત મજૂરી વગેરે મોંઘી પડતી હોઈ વરસાદ ખેંચાવા ના લીધે પાક નિષ્ફળ જવાના એંધાણ દેખાઈ રહ્યા છે જે અંતર્ગત બુધવારે દિયોદર મામલતદાર કચેરી ખાતે ભારતીય કિસાન સંઘ દ્વારા આવેદનપત્ર સુપ્રત કરી દિયોદર તાલુકાને વહેલી તકે અછતગ્રસ્ત જાહેર કરી યોગ્ય સહાય ચુકવણી કરી ખેડૂતોના દેવા વ્યાજ માફી કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી તેમજ સુજલામ સુફલામ કેનાલનું પાણી આવીરત દિયોદર તાલુકાના ગ્રામ્ય વિસ્તારોના ગામડાઓમાં મળતું રહે તેથી કેનાલ ચાલુ જ રાખવા માંગ કરવામાં આવી હતી
વિવિધ માગણીઓ સાથે ખેડૂતો પહોંચ્યા મામલતદાર કચેરીએ
બુધવારે ભારતીય કિસાન સંઘ દ્વારા પોતાની વિવિધ માગણીઓ ને લઈ મામલતદાર કચેરી ખાતે પહોંચ્યા હતા જ્યાં નહીવત વરસાદ વચ્ચે ખેતીના પાકમાં નુકશાન અને પાણી ની અછત વચ્ચે દિયોદર તાલુકાના અસરગ્રસ્ત જાહેર કરવાની માગ કરી હતી










