મોટા ડોડીસરાની સીમમાંથી સ્વિફ્ટ કારમાં ભરેલો 924 બોટલ દારૂનો જથ્થો ઝડપાયો,ભિલોડામાં LCBની પ્રોહિબિશન વોચ દરમિયાન કાર્યવાહી,

અરવલ્લી

અહેવાલ – હિતેન્દ્ર પટેલ

મોટા ડોડીસરાની સીમમાંથી સ્વિફ્ટ કારમાં ભરેલો 924 બોટલ દારૂનો જથ્થો ઝડપાયો,ભિલોડામાં LCBની પ્રોહિબિશન વોચ દરમિયાન કાર્યવાહી,

ભિલોડામાં LCBની પ્રોહિબિશન વોચ દરમિયાન કાર્યવાહી, કારચાલક પોલીસને જોઈ ઝાડી-ઝાંખરનો લાભ લઈ ફરાર

અરવલ્લી જિલ્લામાં ગેરકાયદેસર દારૂની હેરાફેરી સામે પોલીસ દ્વારા સતત કાર્યવાહી કરવામાં આવી રહી છે. ત્યારે ભિલોડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં મોટા ડોડીસરા ગામની સીમમાંથી લોકલ ક્રાઈમ બ્રાન્ચની ટીમે નંબર વગરની મારૂતી સ્વિફ્ટ કારમાંથી ભારતીય બનાવટનો વિદેશી દારૂ અને બિયરનો જથ્થો ઝડપી પાડ્યો હતો.

મળતી માહિતી મુજબ, નાયબ પોલીસ મહાનિરીક્ષક વિરેન્દ્રસિંહ યાદવ અને અરવલ્લી જિલ્લા પોલીસ અધિક્ષક મનોહરસિંહ એન. જાડેજાની સૂચના અને માર્ગદર્શન હેઠળ LCB PI એમ.એચ. ઝાલાની અધ્યક્ષતામાં PSI વી.જે. તોમર, PSI વી.ડી. વાઘેલા સહિતની ટીમ ભિલોડા વિસ્તારમાં પ્રોહિબિશન વોચ અને નાકાબંધીમાં હતી. મોટા ડોડીસરાથી પાલ્લા ગામ તરફ જતા માર્ગ પર વાહનોનું ચેકિંગ કરવામાં આવી રહ્યું હતું.દરમિયાન પાલ્લા તરફથી નંબર વગરની સફેદ રંગની મારૂતી સ્વિફ્ટ કાર આવતા પોલીસે તેને ચેકિંગ માટે રોકવાનો પ્રયાસ કર્યો હતો. પોલીસની કામગીરી જોઈ કારચાલકે ગાડી થોડે આગળ ઉભી કરી દીધી હતી અને ત્યારબાદ ડુંગરોની ઝાડી-ઝાંખરનો લાભ લઈ સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો.

પોલીસે કારની તપાસ કરતાં તેમાં ભારતીય બનાવટના વિદેશી દારૂ તથા બિયરની કુલ 28 પેટીમાંથી 924 બોટલ/ટીન મળી આવ્યા હતા. દારૂના જથ્થાની કિંમત રૂ. 2,71,440 હોવાનું સામે આવ્યું હતું. ઉપરાંત પોલીસે રૂ. 5 લાખની મારૂતી સ્વિફ્ટ કાર પણ કબજે કરી હતી.આમ, પોલીસે દારૂ અને વાહન મળી કુલ રૂ. 7,71,440નો મુદ્દામાલ કબજે કરી ભિલોડા પોલીસ સ્ટેશન ખાતે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. બીજી તરફ ફરાર કારચાલકનું નામ-સરનામું હજુ સુધી જાણવા મળ્યું નથી. પોલીસે વોન્ટેડ આરોપીને ઝડપી પાડવા વધુ તપાસ હાથ ધરી છે.

23
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો
error: Content is protected !!

જિલ્લા

શહેર પસંદ કરો