અરવલ્લી
અહેવાલ – હિતેન્દ્ર પટેલ
મોડાસાના મેઘરજ ચોકડી પર ટ્રાફિક પોલીસનો સપાટો,35 વાહનચાલકો સામે દંડાત્મક કાર્યવાહી
મોડાસા શહેર સહિત અરવલ્લી જીલ્લામાં વાહનચાલકો ટ્રાફિકના નિયમોનો ઉલાળિયો કરી બેફામ સ્પીડે વાહન હંકારી રહ્યા છે વાહનો પર ડાર્ક ફિલ્મ અને ફેન્સી નંબર પ્લેટ લગાવી બુલેટ,હાઈસ્પીડ બાઈક અને લક્ઝુરિયસ કાર રોડ પર માલેતુજાર નબીરાઓ બિંદાસ્ત હંકારતા જોવા મળી રહ્યા છે હાઈસ્પીડ બાઈકમાં મોડીફાઈ સાઈલેન્સરથી ધ્વનિ પ્રદુષણ કરી ભયનો માહોલ સર્જી રહ્યા છે ટ્રાફિક પોલીસ સમયાંતરે ખાનાપૂર્તિ કામગીરી કરી રહી હોવાની બૂમો ઉઠી રહી છે

અરવલ્લી જીલ્લા ટ્રાફિક પીઆઈ એચ.પી.ગામીત અને તેમની ટીમે મોડાસા શહેરની મેઘરજ ચોકડી પર ટ્રાફિક ડ્રાઇવ યોજી રોગ સાઈડ પસાર થતા,હેલમેટ વગર વાહન હંકારતા તેમજ યોગ્ય ડોક્યુમેન્ટ વગર વાહન દોડાવતા વાહન ચાલકો સામે સખ્ત કાર્યવાહી હાથધરી 10 ઈ ચલણ અને 25 એન.સી.મેમા મળી 35 વાહનચાલકો સામે ટ્રાફિક નિયમન ભંગ હેઠળ કાર્યવાહી કરવામાં આવતા વાહન ચાલકોમાં ફફડાટ ફેલાયો હતો
મોડાસા શહેરની મેઘરજ ચોકડી નજીક ટ્રાફિક પોલીસે ડ્રાઇવ યોજી ટ્રાફિકના નિયમોનો ભંગ કરતા વાહન ચાલકો સામે કરેલ કાર્યવાહીને લોકોએ આવકારી હતી અને ટ્રાફિક પોલીસ દરરોજ ટ્રાફિક ડ્રાઇવ યોજી વાહન ચાલકો સામે દંડાત્મક કાર્યવાહી જેથી અકસ્માતની ઘટનાઓમાં નોંધપાત્ર ઘટાડો થાય તેવું જાગૃત નાગરિકો ઇચ્છી રહ્યા છે









