તા.૦૮.૦૯.૨૦૨૬
વાત્સલ્યમ્ સમાચાર
અજય સાંસી દાહોદ 
dahod:દાહોદ રેલ્વે પોલીસની મોટી સફળતા: મહિલાના અશ્લીલ ફોટા વાયરલ કરી આ*ત્મ*હ*ત્યા માટે મજબૂર કરનાર વોન્ટેડ આરોપી ગણતરીના દિવસોમાં ઝડપાયો
અશ્લીલ ફોટા વાયરલ થતાં મહિલાએ આ*ત્મ*હ*ત્યા કરીદાહોદ રેલવે પોલીસે મધ્યપ્રદેશથી આરોપીને ઝડપી પાડ્યો, લગ્ન રોકવા ફોટા વાયરલ કર્યા હતા
દાહોદ રેલવે પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક મહિલાના અશ્લીલ ફોટા વાયરલ કરનાર આરોપીને ઝડપી પાડવામાં આવ્યો છે. આ ફોટા વાયરલ થયા બાદ મહિલાએ ટ્રેન નીચે પડતું મૂકી આ*ત્મ*હ*ત્યા કરી લીધી હતી. દાહોદ રેલવે પોલીસે (જીઆરપી) ગણતરીના દિવસોમાં વોન્ટેડ આરોપીને મધ્યપ્રદેશથી પકડી પાડ્યો છે.
પોલીસે આપેલી માહિતી મુજબ, મૃતક મહિલા અને આરોપી રોહિતસિંગ ઉર્ફે ગુરુવીરસિંહ ગુરુચરણસિંગ પટવા એકબીજાને ઓળખતા હતા. આરોપી પાસે મહિલાના ભાઈના લગ્ન સમયે પાડેલા કેટલાક અશ્લીલ ફોટા તેના મોબાઈલમાં હતા. જ્યારે મહિલાના લગ્ન નક્કી થયા, ત્યારે આરોપીએ તેના લગ્ન અટકાવવા અને તેને બદનામ કરવાના ઈરાદે આ ફોટા ઈન્સ્ટાગ્રામ પર વાયરલ કર્યા હતા. મહિલાની પરવાનગી વગર તેની ગોપનીયતાનો ભંગ કરીને અંગત ફોટા વાયરલ કરવાથી તેને અપમાન અને માનહાનીનો સામનો કરવો પડ્યો હતો. આ કારણે મહિલાએ આ*ત્મ*હ*ત્યા કરવા મજબૂર બની ટ્રેન નીચે પડતું મૂક્યું હતું. આ ઘટના બાદ આરોપી ગુનો કરીને ભાગી ગયો હતો. દાહોદ રેલવે પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતાની સંબંધિત કલમો અને આઈટી એક્ટની કલમ ૬૬ઈ, ૬૭ હેઠળ ગુનો દાખલ કરાયો હતો. પોલીસે ટેકનિકલ સર્વેલન્સ અને બાતમીના આધારે આરોપી રોહિતસિંગ ઉર્ફે ગુરુવીરસિંહને તેના મધ્યપ્રદેશ સ્થિત ઘરેથી ઝડપી પાડ્યો હતો. આરોપીની ધરપકડ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.






