ઝગડિયાના વણાંકપોર ગામ નજીક ખોરાકની શોધમાં બે દીપડા આવી ચડ્યા: સીસીટીવી કેમેરામાં દ્રશ્યો કેદ થતાં ગ્રામજનોમાં ભયનો માહોલ

ઝગડિયાના વણાંકપોર ગામ નજીક ખોરાકની શોધમાં બે દીપડા આવી ચડ્યા: સીસીટીવી કેમેરામાં દ્રશ્યો કેદ થતાં ગ્રામજનોમાં ભયનો માહોલ

 

 

ઝગડિયાના ​વણાંકપોર-રાજપારડી પટ્ટામાં દીપડાઓના અવારનવાર પશુઓ પર હુમલા

 

​ઝગડિયા તાલુકામાં છેલ્લા કેટલાક સમયથી અને હિંસક દીપડાઓની સક્રિયતામાં ભારે વધારો નોંધાયો છે. રહેણાંક વિસ્તારો અને ખેતરો નજીક માનવવસવાટ તરફ દીપડાઓનું આક્રમણ વધી રહ્યું છે,ત્યારે ઝગડિયાના વણાંકપોર ગામ નજીક ખોરાક અને પાણીની શોધમાં એક સાથે બે દીપડાઓ ધસી આવતાં સમગ્ર પંથકમાં ભયનો માહોલ સર્જાયો છે. વણાંકપોરના એક સ્થાનિક પ્લાન્ટની નજીક મુક્તપણે લટાર મારતા બંને દીપડાઓની હિલચાલ સીસીટીવી કેમેરામાં સ્પષ્ટપણે કંડારાઈ ગઈ છે. આ બાબતની જાણ વાયુવેગે વાયરલ થતાં જ સ્થાનિક ગ્રામજનો અને ખેડૂતોમાં ફફડાટ વ્યાપી ગયો છે.

​સીસીટીવી ફૂટેજ વાયરલ થતાં દીપડાને જોવા લોકોના ટોળેટોળાં ઉમટ્યા વણાંકપોર સ્થિત એક પ્લાન્ટ નજીકના સીસીટીવીમાં બંને દીપડાઓ બિન્દાસપણે ફરતા નજરે પડ્યા હતા.દીપડાઓની હાજરીના સમાચાર ગામમાં પ્રસરી જતા બંને દીપડાને જોવા માટે લોકો ઉમટી પડ્યા હતા. પરંતુ હિંસક પશુઓની હાજરી હોવાથી ગામના આગેવાનો દ્વારા લોકોને સાવચેત રહેવા અને એકલદોકલ બહાર ન નીકળવાની સલાહ આપવામાં આવી હતી.વણાંકપોર અને રાજપારડી વચ્ચે આવેલા વિશાળ સીમ વિસ્તાર તથા સીમ ખેતરોમાં અવારનવાર દીપડાઓ નજરે પડતા હોય છે. સ્થાનિક ગ્રામજનો અને પશુપાલકોના જણાવ્યા અનુસાર, છેલ્લા કેટલાક સમયથી આ સીમ વિસ્તારમાં દીપડાઓ દ્વારા પાલતુ પશુઓ,ગાયો અને બકરાંઓ પર હુમલો કરી તેમને ફાડી ખાવાના બનાવો ચિંતાજનક રીતે વધી ગયા છે. પશુપાલકો માટે પોતાના માલઢોરને સાચવવા ભારે મુશ્કેલ બની ગયા છે.​ખેત-મજૂરો અને ખેડૂતોની સુરક્ષા સામે મોટો પ્રશ્નાર્થ હાલ ખેતીની મોસમ ચાલી રહી હોવાથી ખેતરોમાં નીંદણ, પિયત અને અન્ય કૃષિ વિષયક કામકાજ માટે ખેડૂતો તથા શ્રમિકોએ સવારથી સાંજ સુધી ખેતરોમાં રોકાવું પડે છે. ઘણીવાર રાત્રિના સમયે પણ પિયત માટે ખેતરે જવું પડતું હોય છે. પરંતુ સીમમાં એક સાથે બે-બે દીપડાઓની સક્રિયતાથી ખેત-મજૂરો ખેતરમાં કામ કરવા જતાં પણ ડરી રહ્યા છે, જેના કારણે ખેતીકામ પણ પ્રભાવિત થઈ રહ્યું છે ઝગડિયા તાલુકામાં દીપડાઓની સંખ્યામાં દિન-પ્રતિદિન થઈ રહેલા વધારાને પગલે સ્થાનિક રહીશોમાં ભારે ચિંતા જોવા મળી રહી છે. વણાંકપોર અને આસપાસના ગ્રામજનોએ વન વિભાગ સમક્ષ ઉગ્ર રજૂઆત કરી છે કે, દીપડાઓની નિયમિત હાજરી વાળા સંવેદનશીલ સ્થળોએ તાત્કાલિક અસરથી પાંજરા ગોઠવવામાં આવે.આ બંને દીપડાઓને વહેલી તકે પાંજરે પુરે તેવી માંગ કરીછે

ઈરફાન ખત્રી

રાજપારડી

23
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો
error: Content is protected !!

જિલ્લા

શહેર પસંદ કરો