
દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતની મુલાકાત દરમિયાન વડોદરા થી રેલવે અને ઇન્ટફાસ્ટ્રક્ચર ક્ષેત્રે કરોડ રૂપિયાના પ્રોજેક્ટની ભેટ આપી છે આ વિશેષ કાર્યક્રમમાં વડાપ્રધાને વડોદરાના પ્રતાપ નગર થી મધ્યપ્રદેશના ટાન્ડા રોડ વચ્ચે શરૂ થનારી નવી પેસેન્જર ટ્રેન સેવાને વડોદરા થી લીલી ઝંડી બતાવી ખુલ્લી મૂકી હતી. છોટાઉદેપુર રેલવે સ્ટેશન ખાતે ઈ લોકાર્પણ કાર્યક્રમ માં ઉપસ્થિત મહાનુભાવો ને રેલવે વિભાગ દ્વારા પુષ્પગુચ્છ આપી સ્વાગત કરવામાં આવ્યું હતું જિલ્લા પંચાયત પ્રમુખ ઉપેન્દ્રભાઈ રાઠવા લોકસભા સાંસદ જસુભાઈ રાઠવા રાજ્યસભા સાંસદ મુકેશભાઈ રાઠવા જિલ્લા કલેકટર ગાર્ગી જૈન ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવા જિલ્લા ભાજપ પ્રમુખ ઉમેશભાઈ રાઠવા પૂર્વ રાજ્યમંત્રી નારણભાઈ રાઠવા પાલિકા પ્રમુખ પરવેઝભાઈ મકરાણી સહિતના અગ્રણીઓએ મધ્યપ્રદેશના ટાંડા રોડ થી આવેલ ટ્રેનનુ ભવ્ય સ્વાગત કરી. છોટાઉદેપુર થી લીલી ઝંડી બતાવી ટ્રેન આ પ્રસંગે રેલવે વિભાગના એડીઇએન સુખીંદરસિંઘ , એસીએમ રોહિત, છોટાઉદેપુર પ્રાન્ત અધિકારી મુસ્કાન ડાગર છોટાઉદેપુર વિસ્તારના રાજકીય સામાજિક અગ્રણીઓ નગરજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા
આ નવી ટ્રેન શરૂ થવાથી ગુજરાત અને મધ્યપ્રદેશના સરહદી તથા અંતરિયાળ આદિવાસી વિસ્તારો વચ્ચેની મુસાફરી વધુ સરળ બનશે છોટાઉદેપુર ધાર રેલવે પ્રોજેક્ટ અંતર્ગત જોબટ ટાંડા રોડ ન્યુ રેલ લાઇન સમર્પિત કરવામાં આવી છે જેનાથી આ ક્ષેત્રના આદિવાસીઓ દૈનિક નોકરીયાતો અને વેપારીઓને સીધો ફાયદો થશે અને રાષ્ટ્રીય રેલ નેટવર્ક સાથે જોડાણ વધુ મજબુત બનશે .
રિપોર્ટર તોસીફ ખત્રી










